જીએચએસ મંદિરમાં રંગોના પર્વ હોળી ઉજવાયું

જીએસએસ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી, જેમાંથી 500થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હોલિકા માતાનું પૂજન-અર્ચન કર્યું હતું.
જીએસએસ મંદિર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ હોળી પર્વની ઉત્સાહભેર ઉજવણી કરાઇ હતી, જેમાંથી 500થી વધુ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા અને હોલિકા માતાનું પૂજન-અર્ચન કર્યું હતું. ઉજવણીના પ્રારંભે વાઇસ પ્રેસિડન્ટ ઇશ્વરભાઇ ટેલર, સેક્રેટરી આસિતભાઇ સહિતના કમિટી મેમ્બર્સે શાસ્ત્રોક્ત પૂજનવિધિ કર્યા બાદ હોળી પ્રગટાવાઇ હતી. નમતી સાંજે તો ચોમેલ રંગોત્સવનો માહોલ છવાયો હતો. લોકોએ એકમેકને ગુલાલ વડે રંગીને રંગોના પર્વ હોળીની શુભકામનાઓની આપ-લે કરી હતી. સમગ્ર આયોજનને શાનદાર સફળ બનાવવા માટે સંસ્થાના વોલન્ટીયર્સે ભારે જહેમત ઉઠાવી હતી.
