જીજ્ઞેશદાદાની ભાગવત કથામાં ધર્મપ્રેમીઓ ઉમટ્યા

મા કૃપા ફાઉન્ડેશન-યુકે દ્વારા તાજેતરમાં પૂ. રામબાપાના આશીર્વાદથી શ્રી જીજ્ઞેશદાદાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં ધર્મપ્રેમી ભાવિકજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

મા કૃપા ફાઉન્ડેશન-યુકે દ્વારા તાજેતરમાં પૂ. રામબાપાના આશીર્વાદથી શ્રી જીજ્ઞેશદાદાના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત કથા જ્ઞાન યજ્ઞનું આયોજન થયું હતું, જેમાં ધર્મપ્રેમી ભાવિકજનો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ઈંગ્લેન્ડનો તેમનો આ પહેલો જ પ્રવાસ હતો, પણ તેમણે ભક્તજનોને સંગીતમય કથા-પ્રવચનથી એટલા તરબોળ કરી દીધા હતા કે લોકો તેમની પુનઃ પધરામણી માટે આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છે. મા કૃપા ફાઉન્ડેશનના ઇતિહાસમાં પહેલી વખત ભાગવત કથામાં આટલી વિશાળ મેદનીની ઉપસ્થિતિ નિહાળીને સર્વે ટ્રસ્ટીઓ પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા. ફાઉન્ડેશનના સંચાલકોએ સમગ્ર આયોજનની જ્વલંત સફળતા માટે વોલન્ટીયર્સને યશ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વોલન્ટીયર્સે ખૂબ જ ધગશથી કામ કરીને કથાનો મહિમા વધાર્યો હતો.

જીજ્ઞેશદાદાની ભાગવત કથામાં ધર્મપ્રેમીઓ ઉમટ્યા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.