તારાપુર યુકે દ્વારા વાર્ષિક દિવાળી સ્નેહમિલન યોજાયું

તારાપુર યુકે દ્વારા વાર્ષિક દ

તારાપુરવાસીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તારાપુર યુકે (TUK) દ્વારા રવિવાર, છઠ્ઠી નવેમ્બરે ફિન્ચલીની કોમ્પ્ટન સ્કૂલમાં વાર્ષિક દિવાળી મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું.

તારાપુરવાસીઓનું પ્રતિનિધિત્વ કરતી સંસ્થા તારાપુર યુકે (TUK) દ્વારા રવિવાર, છઠ્ઠી નવેમ્બરે ફિન્ચલીની કોમ્પ્ટન સ્કૂલમાં વાર્ષિક દિવાળી મેળાવડાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં મ્યુઝિક મસ્તી, ગરબા, ડાન્સીસ, રેફલ અને સ્વાદિષ્ટ ડિનરને ઉપસ્થિત સૌએ ઉત્સાહભેર માણ્યાં હતાં. સંસ્થાના બે સભ્યો ૮૫ વર્ષના ઈશ્વરકાકા અને ૬૯ વર્ષના મહેન્દ્રભાઈએ તેમના જન્મદિનની પણ આ સાથે ઉજવણી કરવાથી પ્રસંગને ચાર ચાંદ લાગી ગયા હતા. સંસ્થાના પ્રમુખ દક્ષેશ પટેલે પોતાના સંબોધનમાં "તમામ તારાપુરવાસીઓને વાર્ષિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહેવા અનુરોધ કર્યો હતો, જેથી તારાપુરવાસી સમાજની સંસ્કૃતિ અને પરંપરાઓમાં સહભાગી બનતા રહીને તે ભાવિ પેઢીઓને વારસામાં આપી શકાય.” દર વર્ષની માફક તારાપુરવાસીઓ માટે આ કાર્યક્રમ નિઃશુલ્ક રખાયો હતો.

ટીયુકેના સેક્રેટરી ભીરેન પટેલે કહ્યું હતું કે "ભવિષ્યમાં સભ્યો સાથે ઈલેક્ટ્રોનિકલી કોમ્યુનિકેશન કરવાનો કમિટીનો ઈરાદો છે.” તેમણે આમંત્રણ પત્રિકા સાથે મોકલવામાં આવેલાં ફોર્મ્સ બરાબર ભરીને સંસ્થાને પરત મોકલવા સર્વે સભ્યોને અનુરોધ કર્યો હતો. સંસ્થાની સ્થાપના ૧૯૭૩માં થઈ ત્યારથી નિયમીત વિવિધ કાર્યક્રમોનું આયોજન થાય સાથે સંકળાયેલા તારાપુરવાસીઓના જૂથે આ કાર્યક્રમને ટેકો આપ્યો હતો.

તારાપુર યુકે દ્વારા વાર્ષિક દ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.