ધામેચા સેન્ટરમાં સંત સમાગમનો અનેરો અવસર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું આધ્યાત્મિક પ્રવચન

ધામેચા સેન્ટરમાં સંત સમાગમનો

શ્રી વલ્લભ નિધિ યુકે અને શ્રીજીધામ હવેલી-લેસ્ટરના ઉપક્રમે શુક્રવાર, તા. 26 જૂનના રોજ સાંજે ૭.૪૫ વાગ્યે ષષ્ઠપીઠાધિશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું ‘21મી સદીમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતા’ વિષય પર આધ્યાત્મિક પ્રવચન અને જેજેશ્રીનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે.. આ પ્રસંગે અનુપમ મિશનના વડા પ.પૂ. સંત ભગવંત જશભાઇ સાહેબ (સાહેબદાદા) અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. સૌ હરિભક્તોએ આ ભવ્ય પ્રસંગનો લાભ લેવા ધામેચા પરિવારનું હાર્દિક નિમંત્રણ. 

શ્રી વલ્લભ નિધિ યુકે અને શ્રીજીધામ હવેલી-લેસ્ટરના ઉપક્રમે શુક્રવાર, તા. 26 જૂનના રોજ સાંજે ૭.૪૫ વાગ્યે ષષ્ઠપીઠાધિશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું ‘21મી સદીમાં શ્રીમદ્ ભાગવદ્ ગીતા’ વિષય પર આધ્યાત્મિક પ્રવચન અને જેજેશ્રીનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો છે.. આ પ્રસંગે અનુપમ મિશનના વડા પ.પૂ. સંત ભગવંત જશભાઇ સાહેબ (સાહેબદાદા) અતિથિવિશેષ તરીકે ખાસ ઉપસ્થિત રહેશે. સૌ હરિભક્તોએ આ ભવ્ય પ્રસંગનો લાભ લેવા ધામેચા પરિવારનું હાર્દિક નિમંત્રણ. મહાપ્રસાદ સાંજે 6.30 કલાકે. સ્થળઃ ધામેચા લોહાણા સેન્ટર, સાઉથ હેરો, લંડન - HA2 8AX (વધુ માહિતી માટે સંપર્કઃ નરેન્દ્રભાઇ ઠક્કર - 07966 468 687 / નૈનાબહેન રાયઠઠ્ઠા - 07944 344 442)
ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું બ્રિટીશ પાર્લામેન્ટમાં ભવ્ય સન્માન
આધ્યાત્મિક જાગૃતિ, માનવતાવાદી મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના સંરક્ષણ અને સંવર્ધનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2026 ના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં સમાવેશ થયા બાદ HDH ષષ્ઠપીઠાદીશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રી (વડોદરા-કોંકરોલી)નું તા.૨૬ જૂન, શુક્રવારે બ્રિટીશ પાર્લામેન્ટમાં 10th WBR SUMMITમાં શુક્રવાર, તા.૨૬ જૂનના રોજ ખાસ સન્માન સમારોહમાં સન્માન કરવામાં આવશે.
પુષ્ટિમાર્ગના વિખ્યાત પ્રણેતા અને વૈષ્ણવસંઘ ઇન્ટરનેશનલના સ્થાપક ષષ્ઠપીઠાદીશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીએ તેમના ભવ્ય વિઝન માટે વ્યાપકપણે સમગ્ર વિશ્વમાં ભક્તિ, સાંસ્કૃતિક મૂલ્યો, આંતરધર્મ સંવાદિતા અને જગદ્ગુરુ શ્રી વલ્લભાચાર્યજીના ઉપદેશોને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. તેમના પ્રેરણાદાયી નેતૃત્વ હેઠળ વૈષ્ણવ સંઘ ઇન્ટરનેશનલે પાંચ ખંડોમાં તેમની સંસ્થાનો વિસ્તાર કર્યો છે અને પરંપરાગત પુષ્ટિમાર્ગીય હવેલીઓ, સાંસ્કૃતિક કેન્દ્રો અને વૈષ્ણવ સંઘો જે આધ્યાત્મિક શિક્ષણ, ભક્તિ પ્રથાઓ, યુવાનોના ઇન્વોલ્વમેન્ટ, સહકાર અને સમાજ સેવાના કેન્દ્ર તરીકે સેવા આપે છે. આ સંસ્થાઓ દ્વારા અસંખ્ય ભક્તોને સનાતન ધર્મના શાશ્વત ઉપદેશો અને સેવા (નિઃસ્વાર્થ સેવા), ભક્તિ અને કરુણાના સિદ્ધાંતો સાથે જોડવામાં આવ્યા છે. આધ્યાત્મિક જાગૃતિ, માનવતાવાદી મૂલ્યો અને ભારતીય સંસ્કૃતિ અને પરંપરાઓના સંરક્ષણ અને સંવર્ધનમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ 2026ના વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ્સમાં તેમનો સમાવેશ થયા બાદ HDH ષષ્ઠપીઠાધીશ્વર ગોસ્વામી 108 શ્રી દ્વારકેશલાલજી મહારાજશ્રીનું સન્માન કરવામાં આવશે.

ધામેચા સેન્ટરમાં સંત સમાગમનો
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.