નવીન ગોયલની અક્ષય પાત્ર ફાઉન્ડેશન USAના સીઈઓ તરીકે વરણી

નવીન ગોયલની અક્ષય પાત્ર ફાઉન્

અક્ષય પાત્ર ફાઉન્ડેશન USAના સીઈઓ તરીકે ભારતીય અમેરિકન એકઝિક્યુટિવ નવીન ગોયલની વરણી કરવામાં આવી હતી. અક્ષય પાત્ર ફાઉન્ડેશન USAના ચેરમેન શિવા શિવરામે તેમની નિમણુંકની ૯ ડિસેમ્બરે જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું કે ભૂખને કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાના મિશનને આપણે આગળ વધારવા પ્રયત્નશીલ છીએ ત્યારે તેમના નેતૃત્વનો અનુભવ અને ફિલાન્થ્રોપી માટે તેમનો ઉત્સાહ આપણી ભાવિ સફળતામાં ઉપયોગી પૂરવાર થશે તેમાં કોઈ શંકા નથી.

ન્યૂ યોર્કઃ અક્ષય પાત્ર ફાઉન્ડેશન USAના સીઈઓ તરીકે ભારતીય અમેરિકન એકઝિક્યુટિવ નવીન ગોયલની વરણી કરવામાં આવી હતી. અક્ષય પાત્ર ફાઉન્ડેશન USAના ચેરમેન શિવા શિવરામે તેમની નિમણુંકની ૯ ડિસેમ્બરે જાહેરાત કરી હતી. તેમણે ઉમેર્યું કે ભૂખને કારણે કોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવાના મિશનને આપણે આગળ વધારવા પ્રયત્નશીલ છીએ ત્યારે તેમના નેતૃત્વનો અનુભવ અને ફિલાન્થ્રોપી માટે તેમનો ઉત્સાહ આપણી ભાવિ સફળતામાં ઉપયોગી પૂરવાર થશે તેમાં કોઈ શંકા નથી.

કન્સલ્ટિંગ. ટેક્નોલોજી અને આઉટસોર્સિંગ સર્વિસીસનાં દુનિયાની અગ્રણી કેપજેમિનીના ભૂતપૂર્વ સીઆઈઓ તરીકેની સફળ કારકિર્દી બાદ નવીન ગોયલ અક્ષય પાત્ર સાથે જોડાયા છે. ગોયલે જણાવ્યું હતું કે અક્ષય પાત્ર સાથે નવા સીઈઓ તરીકે જોડાવા બદલ હું ગર્વ અને આનંદ અનુભવું છું. આપણે સૌ સાથે મળીને મિશનને આગળ ધપાવીશું અને વિકાસ સાધીશું. ઓડિશાના રુરકેલામાં જન્મેલા અને ઉછરેલા ગોયલ અને તેમનો પરિવાર છેલ્લાં ૩૩ વર્ષથી ડેયટન, ઓહિયોમાં રહે છે. ગોયલે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજી, કાનપૂરથી કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી મેળવી છે અને ઓહિયો યુનિવર્સિટીમાંથી માસ્ટર્સ ઓફ કોમ્પ્યુટર એન્ડ ઈન્ફર્મેશન સાયન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ હિંદુ મંદિરના ટ્રસ્ટી છે અને આધ્યાત્મિક અભ્યાસ અને ધ્યાનના સમર્થક છે.

શિવરામે છ મહિના સુધી અક્ષય પાત્ર ફાઉન્ડેશન USAના વચગાળાના સીઈઓ રહી ચૂકેલા રાજીવ જૈનનો આભાર પણ માન્યો હતો.
અક્ષય પાત્રની સ્થાપના ૨૦૦૦માં થઈ હતી. તે ભારતમાં બે કેન્દ્રશાસિત પ્રદેશો અને ૧૨ રાજ્યોમાં ૫૮ કિચન મારફતે ૧૯,૨૫૭ સ્કૂલોના ૧.૮ મિલિયનથી વધુ બાળકોને ગરમ અને પૌષ્ટિક સ્કૂલ લંચ પૂરું પાડતી સ્કૂલ મીલ પ્રોગ્રામની દુનિયાની સૌથી મોટી NGO છે.

નવીન ગોયલની અક્ષય પાત્ર ફાઉન્
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.