નિસડન ટેમ્પલમાં હોળીના રંગીન ઉત્સવની ઊજવણી

હિન્દુ પંચાંગમાં સૌથી રંગીન ઉત્સવોમાં એક હોળીનો તહેવાર છે જે વસંતઋતુના આગમનને વધાવે છે તેમજ તેની સાથે સંકળાયેલા નવજીવન અને ચૈતન્યની ઊજવણી કરવામાં આવે છે. આસુરી શક્તિ પર દિવ્ય શક્તિના વિજયને તેમજ હોળીની આગને પ્રગટાવી ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીને ઉજવાય છે. નિસડન ટેમ્પલના લોકપ્રિય નામથી જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે 13 માર્ચ 2025, ગુરુવારના દિવસે હોળીના સૌંદર્ય, ઊર્જા અને અગાધતાની ઊજવણી કરાઈ હતી.

લંડનઃ હિન્દુ પંચાંગમાં સૌથી રંગીન ઉત્સવોમાં એક હોળીનો તહેવાર છે જે વસંતઋતુના આગમનને વધાવે છે તેમજ તેની સાથે સંકળાયેલા નવજીવન અને ચૈતન્યની ઊજવણી કરવામાં આવે છે. આસુરી શક્તિ પર દિવ્ય શક્તિના વિજયને તેમજ હોળીની આગને પ્રગટાવી ઈશ્વર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરીને ઉજવાય છે. નિસડન ટેમ્પલના લોકપ્રિય નામથી જાણીતા BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે 13 માર્ચ 2025, ગુરુવારના દિવસે હોળીના સૌંદર્ય, ઊર્જા અને અગાધતાની ઊજવણી કરાઈ હતી.

સમગ્ર દિવસ દરમિયાન ભક્તો અને મુલાકાતીઓ મંદિરમાં આવતા રહ્યા હતા. આ પવિત્ર તહેવાર નિમિત્તે ચળકતા રંગો લગાવાયેલી મૂર્તિઓના દર્શન કરી તેઓ ધન્યતા અનુભવતા હતા.

મંદિરની બરાબર સામેના મેદાનમાં હોલિકાત્સવની પૂજાવિધિ સહિતની કામગીરી કરાઈ હતી અને સાંજના 6 વાગ્યા પછીના સમયે પરંપરાગત હોળીની આગ પ્રગટાવાઈ હતી. ભક્તોએ અગ્નિદેવતાનો આભાર માનવા સ્વરૂપે નવા લણેણાં અનાજ અને નારિયેળને અગ્નિમાં પધરાવ્યા હતા. તહેવારોની ઊજવણી સ્થાનિક કોમ્યુનિટીના સભ્યોને અરસપરસ હળવામળવાની તેમજ ગરમાગરમ નાસ્તા અને પીણાંની મોજ માણવાની તક પૂરી પાડે છે.

નિસડન ટેમ્પલમાં હોળીના રંગીન ઉત્સવની ઊજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.