નિસડન મંદિરનો 29મો પાટોત્સવ રંગેચંગે ઉજવાયો

નિસડન મંદિરનો 29મો પાટોત્સવ રં

નિસડન મંદિર તરીકે જાણીતા લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના 29મા સ્થાપના દિન (હિન્દુ તિથિ અનુસાર)ની 28 ઓગસ્ટે ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી.

નિસડન મંદિર તરીકે જાણીતા લંડનના બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિરના 29મા સ્થાપના દિન (હિન્દુ તિથિ અનુસાર)ની 28 ઓગસ્ટે ધર્મોલ્લાસભર્યા વાતાવરણમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. શ્રી નિલકંઠવર્ણીના દર્શન અને અભિષેક સાથે ઉજવણીનો પ્રારંભ થયો હતો. બાદમાં પાટોત્સવ પ્રસંગે પૂજનવિધિ યોજાઇ હતી. આ પ્રસંગે ભક્તિભાવભર્યા ભજનકિર્તન ઉપરાંત સ્વામીઓ દ્વારા મંદિરનું ઐતિહાસિક મહત્ત્વ રજૂ કરતા પ્રવચનો યોજાયા હતા. 29મા પાટોત્સવ પ્રસંગે 31 ઓગસ્ટે વિશેષ મહાપૂજાનું આયોજન થયું હતું. પ.પૂ. મહંતસ્વામીના આશીર્વચન અને બીએપીએસના યુકે-યુરોપના વડા કોઠારીસ્વામી યોગવિવેકદાસ સ્વામીના માર્ગદર્શનમાં યોજાયેલા આ પાટોત્સવ પ્રસંગે હરિભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

નિસડન મંદિરનો 29મો પાટોત્સવ રં
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.