પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીની મુલાકાતે રાજ અગ્રવાલ
અમદાવાદ સ્થિત એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળ-છારોડીના વડા પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીના લંડન વિચરણ દરમિયાન કાર્ડિફમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ખાતે પધરામણી કરતા વેલ્સના પ્રથમ ભારતીય માનદ્ કાઉન્સેલ રાજ અગ્રવાલ સ્વામીજીએ તેમની મુલાકાત લઇને આશીર્વાદ લીધા હતા.
અમદાવાદ સ્થિત એસજીવીપી સ્વામિનારાયણ ગુરુકુળ-છારોડીના વડા પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીના લંડન વિચરણ દરમિયાન કાર્ડિફમાં શ્રી કચ્છી લેવા પટેલ સમાજ ખાતે પધરામણી કરતા વેલ્સના પ્રથમ ભારતીય માનદ્ કાઉન્સેલ રાજ અગ્રવાલ સ્વામીજીએ તેમની મુલાકાત લઇને આશીર્વાદ લીધા હતા. રાજ અગ્રવાલ ઇન્ટરનેશનલ બિઝનેસ કાઉન્સિલના ડાયરેક્ટર અને રોયલ નેવીના માનદ લેફ્ટન્ટ કમાન્ડર સહિત અનેક ઉચ્ચ હોદ્દા પર ભારતનું ગૌરવ વધારી રહ્યા છે. સ્વામીજીની મુલાકાત દરમિયાન તેમણે ગુરુકુળની વિવિધ પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવીને આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી.
