પૂ. આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦મા વર્ષમાં પ્રવેશ

તા. ૩૧ ઓકટોબરને શરદપૂર્ણિમાના શુભ દિને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો તે નિમિત્તે એક વર્ષ સુધી કુમકુમ મંદિર દ્રારા સદ્ગુરુ સમર્પણ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
તા. ૩૧ ઓકટોબરને શરદપૂર્ણિમાના શુભ દિને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત શ્રી મુકતજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય અને શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગરના મહંત શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીનો ૧૦૦મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો તે નિમિત્તે એક વર્ષ સુધી કુમકુમ મંદિર દ્રારા સદ્ગુરુ સમર્પણ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસાજીએ જણાવ્યું હતું કે,શ્રી સ્વામિનારાયણ ભગવાન સદ્ગુરુ સ્વામીને સ્વસ્થ દીઘાયુ અર્પણ કરે તે માટે દેશ -વિદેશના ભક્તોએ વિશિષ્ટ નિયમો ધારણ કયા હતા અને શ્રી સ્વામિનારાયણ ભગવાન ઉપર કેશર જળથી અભિષેક કરવામાં આવ્યો હતો.
