પૂ. મહંત સ્વામીના જન્મજયંતી પર્વની ઉજવણી

પૂ. મહંત સ્વામીના જન્મજયંતી પર...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૬મી સપ્ટેમ્બરથી પ.પૂ. મહંત સ્વામી મહારાજના ૮૮મા જન્મ જયંતી પર્વની ઉજવણી ચાલી રહી છે, જે ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલશે. આ પર્વ નિમિત્તે વિશેષ સભાનું આયોજન થાય છે. સાધુઓ દ્વારા પ્રવચનો થાય છે અને પૂ. મહંત સ્વામી આશીર્વચન પાઠવે છે. સવારની નિત્યપૂજામાં સારંગપુર અને આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો હરિભક્તો ઉપસ્થિત રહે છે. તેનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ BAPS મંદિરોના સાધુ - સંતો તથા મોટી સંખ્યામાં હરિભક્તો નિહાળે છે. સાધુઓ દ્વારા કિર્તન રજૂ કરવામાં આવે છે.

અગાઉ પૂ. મહંત સ્વામીએ સ્વામીનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત ઈંગ્લિશ ઓડિયો બુક ‘પ્રમુખ સ્વામી મહારાજઃ લાઈફ એન્ડ વર્ક ઈન બ્રીફ’નું પણ વિમોચન કર્યું હતું. આ ઉપરાંત પૂ. મહંત સ્વામીએ BAPS મંદિરો માટેની મૂર્તિઓનું પૂજન પણ કર્યું હતું.
પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.

પૂ. મહંત સ્વામીના જન્મજયંતી પર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.