પૂ. મહંત સ્વામીની નિશ્રામાં જળઝીલણી મહોત્સવ ઉજવાયો

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૭મી સપ્ટેમ્બરને શુક્રવારે સારંગપુરમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં જળઝીલણી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે BAPSના વરિષ્ઠ સંતો જળઝીલણી એકાદશીનું મહત્વ સમજાવતા પ્રવચનો કર્યા હતા. પૂ.મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે વિશેષ બોટમાં બિરાજમાન શ્રી હરિકૃષ્ણ મહારાજ અને શ્રી ગુણાતીતાનંદ સ્વામીને રિમોટ કન્ટ્રોલ દ્વારા જળવિહાર કરાવ્યો હતો.

પૂ. મહંત સ્વામીએ સ્વામીનારાયણ અક્ષરપીઠ દ્વારા પ્રકાશિત ઈંગ્લિશ ઓડિયોબુક ‘રાજીપો’નું પણ વિમોચન કર્યું હતું.
પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.