પૂ. મહંત સ્વામીની નિશ્રામાં રથયાત્રા ઉત્સવની ઉજવણી

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપૂર ખાતે બિરાજમાન છે. ૧૨ જુલાઈને સોમવારે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં રથયાત્રા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. નેનપૂરમાં શાંતિવનમાં યોજાયેલી રથયાત્રામાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ સાથે પૂ. મહંત સ્વામી રથમાં બિરાજમાન થયા હતા. સંતોએ તે રથ ખેંચ્યો હતો અને પ્રદક્ષિણા કરી હતી. રથયાત્રામાં ખૂબ ઓછી સંખ્યામાં સાધુ અને હરિભક્તો જોડાયા હતા. સભામાં પૂ. મહંત સ્વામીએ રથયાત્રા નિમિત્તે આશીર્વચન પાઠવ્યા હતા.

પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેમણે બાળકો તેમજ ટીનેજર્સ માટે વેલ્યુ સ્ટોરીઝ ભાગ ૪ પુસ્તકનું વિમોચન કર્યું હતું. પૂ. મહંત સ્વામી નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે