પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સુરતમાં રવિ સત્સંગ સભા યોજાઈ

પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સુ...

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. તેઓ રવિવારે સવારે કણાદ (સુરત) ખાતે યોજાયેલી રવિ સત્સંગ સભામાં ઉપસ્થિત રહ્યા હતા. તેમાં યુવાનોએ સ્કીટ તથા પરંપરાગત નૃત્યો રજૂ કર્યા હતા. સભામાં મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા સંતો અને હરિભક્તોને પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે વ્યારા (સાંકરી) અને કકલુર (ચેન્નાઈ)માં BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરો માટેની મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરી હતી.

પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ સુરત ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો લઈ રહ્યા છે. તેઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે નિયમિતપણે સત્સંગ કરે છે. તેઓ હરિભક્તોના પત્રોના જવાબ લખે છે. તેઓ સત્સંગ દીક્ષા અને શિક્ષાપત્રીનું નિયમિતપણે વાંચન કરે છે અને યોગીવાણી વિશે સત્સંગ પ્રવચન કરે છે. વધુમાં, તેઓ દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે 8 વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે 7 (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે 8 વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે 5.30થી 7 દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.

પૂ. મહંત સ્વામીની નિશ્રામાં સુ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.