પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૭૧મા પ્રમુખ વરણી દિનની વર્ચ્યુઅલ ઉજવણી

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૪મી જૂને પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૭૧મા પ્રમુખ વરણી દિનની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામી મહારાજની BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વહીવટી વડા એટલે કે પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી તે દિવસને પ્રમુખ વરણી દિન તરીકે ઉજવાય છે.
BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ નેનપુર ખાતે બિરાજમાન છે. ૧૪મી જૂને પૂ. મહંત સ્વામીની નિશ્રામાં ૭૧મા પ્રમુખ વરણી દિનની વર્ચ્યુઅલ ઉજવણી કરવામાં આવી હતી. પ્રમુખ સ્વામી મહારાજની BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વહીવટી વડા એટલે કે પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી તે દિવસને પ્રમુખ વરણી દિન તરીકે ઉજવાય છે. ૧૯૫૦માં તેની વિધિ અમદાવાદની આંબલીવાળી પોળમાં યોજાઈ હતી. આ નિમિત્તે વિશેષ સભાનું આયોજન કરાયું હતું. તેમાં પૂ. મહંત સ્વામી તથા અન્ય વરિષ્ઠ સંતોએ ભાગ લીધો હતો.
પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. તેઓ નેનપૂરમાં રહીને દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.
