પૂ. મહંત સ્વામીની ૮૮મી જન્મજયંતી ઉજવાઈ

પૂ. મહંત સ્વામીની ૮૮મી જન્મજયં...

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૬થી ૩૦ સપ્ટેમ્બર સુધી પૂ. મહંત સ્વામીના ૮૮મા જન્મ જયંતી પર્વની ઉજવણી થઈ હતી. ૩૦મીએ વિશેષ સભાનું આયોજન કરાયું હતું. તેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૨૬થી ૩૦ સપ્ટેમ્બર સુધી પૂ. મહંત સ્વામીના ૮૮મા જન્મ જયંતી પર્વની ઉજવણી થઈ હતી. ૩૦મીએ વિશેષ સભાનું આયોજન કરાયું હતું. તેમાં મોટી સંખ્યામાં સાધુ સંતો તેમજ હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

અગાઉ પૂ. મહંત સ્વામીએ શીશુ સત્સંગ વિહાર ભાગ -૧ ની ઈંગ્લિશ પ્રિન્ટનું તેમજ તમિળ, ઉડિયા અને તેલુગુમાં તૈયાર કરાયેલા પુસ્તકોનું પણ તેમણે વિમોચન કર્યું હતું. પૂ. મહંત સ્વામીની સવારની નિત્યપૂજામાં સારંગપુર અને આસપાસના ગામોમાંથી સાધુ સંતો હરિભક્તો ઉપસ્થિત રહે છે. આ પૂજાનું વર્ચ્યુઅલ પ્રસારણ પણ BAPS મંદિરોના સાધુ - સંતો તથા હરિભક્તો નિહાળે છે. સાધુઓ દ્વારા કિર્તન રજૂ કરવામાં આવે છે.

પૂ. મહંત સ્વામી નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.

પૂ. મહંત સ્વામીની ૮૮મી જન્મજયં...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.