પૂ. મહંત સ્વામીનું ગોંડલમાં વિચરણ

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ ગોંડલ ખાતે બિરાજમાન છે. પૂ. મહંત સ્વામીએ ગોરાણા ખાતે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરની પુનઃ મૂર્તિ પ્રતિષ્ઠા વિધિમાં ભાગ લીધો હતો. ૨૦ નવેમ્બરને શનિવારે વરણા અને જાયવા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરમાં પધરાવવાની મૂર્તિઓની તેમણે પ્રતિષ્ઠાવિધિ કરી હતી. તે ઉપરાંત, રાજકોટમાં નૂતન હરિ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત તિરુપતિ પાર્ક ખાતે પધરાવવાની મૂર્તિઓની પૂ. મહંત સ્વામીએ પ્રતિષ્ઠાવિધિ કરી હતી. તેમણે અક્ષર દેરીની મુલાકાત લઈને સ્વામીનારાયણ ધૂન પણ કરી હતી.

પૂ. મહંત સ્વામીની સવારની નિત્યપૂજામાં ગોંડલ અને આસપાસના ગામોમાંથી સાધુ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહે છે. તેઓ નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી હાજરી આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.