પૂ. મહંત સ્વામીનું સારંગપુરમાં વિચરણ

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સારંગપુર ખાતે બિરાજમાન છે. ૧૩ ઓક્ટોબરે પૂ. મહંત સ્વામીની નિશ્રામાં અખિલ ભારતીય બાલ – બાલિકા કારિકા મુખપાઠ સન્માન સમારોહ યોજાયો હતો. તેમાં અક્ષર પુરુષોત્તમ દર્શન કારિકાના ૫૬૫ શ્લોક યાદ રાખનારા બાલ – બાલિકાઓને ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરાયા હતા. પૂ. મહંત સ્વામીએ .તેમને આશિર્વચન પાઠવ્યા હતા.

પૂ. મહંત સ્વામીની સવારની નિત્યપૂજામાં સારંગપુર અને આસપાસના ગામોમાંથી સાધુ સંતો અને હરિભક્તો ઉપસ્થિત રહે છે. તેઓ નિયમિતપણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે સત્સંગ કરે છે. પૂ. મહંત સ્વામી દેશવિદેશમાં યોજાતા સત્સંગના વિવિધ કાર્યક્રમોમાં હાજરી પણ આપે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે ૮ વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે ૭ (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે ૮ વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે ૫.૩૦થી ૭ દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.