પૂ. મહંત સ્વામીનું સુરતમાં વિચરણ

પૂ. મહંત સ્વામીનું સુરતમાં વિચ...

BAPS શ્રી સ્વામીનારાયણ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી હાલ સુરત ખાતે બિરાજમાન છે. તેઓ 24 ફેબ્રુઆરીએ અટલાદરાથી કનાડ (સુરત) પધાર્યા હતા. સુરતના સંતો તથા હરિભક્તોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમના માનમાં સ્વાગત સભા પણ યોજાઈ હતી.સભામાં પૂ. મહંત સ્વામીએ આશીર્વચન પાઠવ્યા હતા. તેમણે હાફેશ્વર મહાદેવ મંદિરમાં સ્થપાનારી બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠાવિધિ કરી હતી.

અગાઉ તેમણે મેમ્કા (સુરેન્દ્રનગર), વડોદરા અને વસઈ (અમદાવાદ)ના BAPS શ્રી સ્વામીનારાયણ મંદિરોમાં સ્થપાનારી મૂર્તિઓની પ્રતિષ્ઠાવિધિ કરી હતી. પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાનો લાભ સુરત ઉપરાંત આસપાસના વિસ્તારોના હરિભક્તો નિયમિતપણે લઈ રહ્યા છે.

પૂ. મહંત સ્વામી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી BAPSમંદિરોના સાધુઓ સાથે નિયમિતપણે સત્સંગ કરે છે. ગુરુવારે અને રવિવારે પૂ. મહંત સ્વામીની પ્રાતઃપૂજાના દર્શનનો લાભ ભારતના હરિભક્તો સવારે 8 વાગે (IST) અને વિદેશના ભક્તો (રીપીટ વેબકાસ્ટ) સવારે 7 (ઈસ્ટ આફ્રિકા ટાઈમ) તથા સવારે 8 વાગે (યુકે ટાઈમ) વેબકાસ્ટીંગના માધ્યમથી લઈ રહ્યા છે. હરિભક્તો દર રવિવારે સાંજે 5.30થી 7 દરમિયાન યોજાતી સત્સંગ સભામાં આશીર્વચનો, વિવિધ સંતોના વ્યાખ્યાનો તેમજ કિર્તનોનો લાભ પ્રાપ્ત કરે છે. sabha.baps.org અને live.baps.org પરથી સમયાંતરે કાર્યક્રમો પ્રસારિત થાય છે.

પૂ. મહંત સ્વામીનું સુરતમાં વિચ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.