પ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર ઈસ્કોન બેંગલૂરુનું છેઃ આખરે વિવાદ પર પરદો

પ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર ઈસ્ક

બેંગલુરુનું સુપ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર, ઈસ્કોન સોસાયટી-બેંગલૂરુનું હોવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંભળાવ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય બાદ ઈસ્કોન બેંગલૂરુ અને ઈસ્કોન મુંબઈ વચ્ચેના વર્ષોથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવ્યો છે.

બેંગલુરુ: બેંગલુરુનું સુપ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર, ઈસ્કોન સોસાયટી-બેંગલૂરુનું હોવાનો નિર્ણય સુપ્રીમ કોર્ટે શુક્રવારે સંભળાવ્યો હતો. દેશની સર્વોચ્ચ અદાલતના આ નિર્ણય બાદ ઈસ્કોન બેંગલૂરુ અને ઈસ્કોન મુંબઈ વચ્ચેના વર્ષોથી ચાલ્યા આવતા વિવાદનો અંત આવ્યો છે.
જસ્ટિસ એ.એસ. ઓક અને જસ્ટિસ ઓગસ્ટીન જ્યોર્જ મસીહની બેંચે આ નિર્ણય સંભળાવ્યો હતો. સુપ્રીમ કોર્ટે ઈસ્કોન બેંગલૂરુની અરજીનો સ્વીકાર કર્યો છે જેમાં કર્ણાટક હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો. એક સરખા નામ અને આધ્યાત્મિક મિશનવાળી બે સોસાયટીઓ વિવાદમાં ફસાઈ હતી.
કર્ણાટકમાં નોંધાયેલ ઈસ્કોન બેંગલૂરુનો દાવો હતો કે, તેઓ દશકાઓથી સ્વતંત્ર રૂપથી કામ કરી રહ્યાં છે. જ્યારે, 1860ના નેશનલ સોસાયટીઝ રજિસ્ટ્રેશન એક્ટ અને 1959 બોમ્બે પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ નોંધાયેલી ઈસ્કોન મુંબઈએ મિલકત પર હકનો દાવો કર્યો હતો.

પ્રસિદ્ધ હરે કૃષ્ણ મંદિર ઈસ્ક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.