પ્રેસ્ટન મંદિરે હોળીનો તહેવાર ઉજવાયો
ગુજરાત હિન્દુ સોસાયટીના સેન્ટરના વિશાળ કાર પાર્કિંગના સ્થળે ગુરુવાર 13 માર્ચે હોળી પ્રગટાવી તહેવારની ઊજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિરને સાંજના 6.15 કલાકે બંધ કરી દેવાયું હતું અને સાંજે 6.50 કલાકે કાર પાર્કિંગમાં હોળી પ્રગટાવાઈ હતી.
પ્રેસ્ટનઃ ગુજરાત હિન્દુ સોસાયટીના સેન્ટરના વિશાળ કાર પાર્કિંગના સ્થળે ગુરુવાર 13 માર્ચે હોળી પ્રગટાવી તહેવારની ઊજવણી કરવામાં આવી હતી. આ વર્ષે ચંદ્રગ્રહણ હોવાના કારણે મંદિરને સાંજના 6.15 કલાકે બંધ કરી દેવાયું હતું અને સાંજે 6.50 કલાકે કાર પાર્કિંગમાં હોળી પ્રગટાવાઈ હતી.
અમારા પૂજારી હસમુખભાઈ દ્વારા કરાવાયેલી પૂજામાં સોસાયટીના પ્રેસિડેન્ટ દશરથભાઈએ ભાગ લીધો હતો. હોળી પ્રગટાવાઈ ત્યારે સમર્પિત વોલન્ટીઅર્સે લોકોની સલામતીની ચોકસાઈ રાખી હતી. બધા પરિવારો હોળીની પૂજા કરવા આવ્યા હતા અને એકબીજા પર રંગ છાંટવાની મોજ પણ માણી હતી. આ તહેવાર આનંદનો હતો અને સમગ્ર સાંજ દરમિયાન હવામાન પણ શાંત રહ્યું હતું.
પડોશમાં આવેલી શાળાના બાળકો પણ રંગો છાંટી અને રંગોળીના ડ્રોઈંગ્સ બનાવી હોળીની ઊજવણીમાં સામેલ થયા હતા. સોસાયટીએ ઉત્સવમાં બાગ લેવા બદલ તેમનો આભાર પણ માન્યો હતો.
ગુજરાત હિન્દુ સોસાયટી (GHS) દ્વારા સેન્ટર ખરીદાયું ન હતું તે પહેલાથી સોસાયટી હોળીનો તહેવાર ઉજવતી આવી છે. કોમ્યુનિટીના સભ્યો જવાબદારી ઉઠાવતા, સ્થળની પસંદગી કરતા, ઈવેન્ટનો પ્રચાર કરતા અને હોળીની ઊજવણી કરતા હતા. નવા સેન્ટર પાસે કાર પાર્કિંગની વિશાળ જગ્યા છે જ્યાં હોળી પ્રગટાવાય છે. આશરે 400થી 500 માણસો હોળીની ઊજવણીમાં હાજર રહે છે.
