પ્રેસ્ટન હેલ્થ મેળાને સાંપડેલી ભવ્ય સફળતા

પ્રેસ્ટન હેલ્થ મેળાને સાંપડેલી ભવ્ય સફળતા

નેશનલ ફોરમ ફોર હેલ્થ એન્ડ વેલ બીઇંગ દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી (GHS), યુનિવર્સિટી એન્ડ લેન્કેશાયર ટીચિંગ હોસ્પિટલના સહયોગથી શનિવાર, 12 એપ્રિલના રોજ હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

પ્રેસ્ટનઃ નેશનલ ફોરમ ફોર હેલ્થ એન્ડ વેલ બીઇંગ દ્વારા ગુજરાત હિન્દુ સોસાયટી (GHS), યુનિવર્સિટી એન્ડ લેન્કેશાયર ટીચિંગ હોસ્પિટલના સહયોગથી શનિવાર, 12 એપ્રિલના રોજ હેલ્થ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 500થી વધુ લોકોએ ભાગ લીધો હતો.

લોકોને આરોગ્ય સંબંધિત માહિતી આપતા 60થી વધુ સ્ટોલધારકોને મળવાની તક સાંપડી હતી. તેઓ હેલ્થ MOT પણ કરાવી શક્યા હતા અને 150થી વધુ લોકોએ હેલ્થ MOT (મેઝરમેન્ટ્સ, ઓબ્ઝ્વેશન્સ એન્ડ ટેસ્ટ્સ) કરાવ્યું હતું. રોયલ કોલેજ ઓફ ફિઝિશિયનના વાઇસ પ્રેસિડેન્ટ ડો. મુમતાઝ પટેલ હેલ્થ મેળાના મુખ્ય અતિથિ હતા.
ચેરમેને શરૂઆતના તબક્કે બીમારીને રોકવામાં મદદ કરે છે તેવી પહેલને ટેકો આપવા બદલ ભાગીદારીની પ્રશંસા કરી હતી. ફાયલ્ડ કોસ્ટ હિન્દુ સોસાયટી દ્વારા નૃત્ય પરફોર્મન્સ સાથે મુખ્ય અતિથિ અને મેયર બંનેનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બધાએ શાનદાર દિવસે મૈત્રીપૂર્ણ વાતાવરણમાં આનંદ માણ્યો હતો.

પ્રેસ્ટન હેલ્થ મેળાને સાંપડેલી ભવ્ય સફળતા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.