બાંગ્લાદેશમાં મંદિરો પર હુમલાના વિરોધમાં ઈસ્કોન દ્વારા લંડન સહિત દુનિયાભરમાં દેખાવો

બાંગ્લાદેશમાં મંદિરો અને હિંદુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં ૨૩ ઓક્ટોબરને શનિવારે ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણ કોન્સિયસનેસ (ઈસ્કોન)એ તેના ૧૭૦ દેશના ૭૪૦ મંદિરો ખાતે દેખાવો યોજ્યા હતા. ઈસ્કોને તેને 'ગ્લોબલ કિર્તન પ્રોટેસ્ટ' જણાવીને સોશિયલ મીડિયા પર #Globalkirtanprotest કેમ્પેન પણ ચલાવ્યું હતું.
બાંગ્લાદેશમાં મંદિરો અને હિંદુઓ પર થઈ રહેલી હિંસાના વિરોધમાં ૨૩ ઓક્ટોબરને શનિવારે ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણ કોન્સિયસનેસ (ઈસ્કોન)એ તેના ૧૭૦ દેશના ૭૪૦ મંદિરો ખાતે દેખાવો યોજ્યા હતા. ઈસ્કોને તેને 'ગ્લોબલ કિર્તન પ્રોટેસ્ટ' જણાવીને સોશિયલ મીડિયા પર #Globalkirtanprotest કેમ્પેન પણ ચલાવ્યું હતું.
યુકેના ઈસ્કોન દ્વારા સેન્ટ્રલ લંડનમાં બાંગ્લાદેશી હાઈ કમિશન બહાર દેખાવો યોજાયા હતા. ધૂન અને સૂત્રોચ્ચાર તથા વક્તાઓ દ્વારા હૃદયદ્રાવક વક્તવ્યો પછી બાંગ્લાદેશની હિંસાના મૃતકોના ફોટાઓને પુષ્પાંજલિ કરીને મીણબત્તી દ્વારા શ્રદ્ધાંજલિ અપાઈ હતી અને બે મિનિટનું મૌન પાળ્યું હતું તથા મૃતકોના આત્માને ચિર શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી.બર્મિંગહામ, એડીનબરા અને કાર્ડિફમાં પણ દેખાવો યોજાયા હતા. તેમાં લોકોએ બાંગ્લાદેશની હિંસા માટે જવાબદાર લોકોને કડક સજા કરવા અને ખ્રિસ્તીઓ તથા બૌદ્ધ સહિત લઘુમતીઓને વધુ રક્ષણ પૂરું પાડવાની માગણી દર્શાવતા પ્લેકાર્ડ સાથે જોડાયા હતા.
યુકેમાં હિંદુઓનું પ્રતિનિધિત્વ કરતા સૌથી મોટા ગ્રૂપ ઈન્ટરનેશનલ સોસાયટી ઓફ કૃષ્ણ કોન્સિયસનેસ (ઈસ્કોન) એ દુનિયાભરમાં હિંસાની નિંદા કરી હતી ઈસ્કોન યુકેના યુકે ચેરમેન પૂ. પ્રઘોસા દાસે જણાવ્યું હતું કે ખાસ કરીને નવરાત્રિના પવિત્ર તહેવાર દરમિયાન નિર્દોષ શ્રદ્ધાળુઓ પર થયેલા હુમલાને યુકેના તમામ હિંદુઓ વખોડી કાઢે છે. આતંક ફેલાવવાનું કાયરતાપૂર્ણ કાર્ય કરનારા સામે કાનૂની કાર્યવાહી થવી જ જોઈએ. રાધા મોહન દાસે બાંગ્લાદેશના હાઈ કમિશનર સઈદા મુના તસનીમને પત્ર લખીને આ મુદ્દે ચર્ચા કરવા માટે તેમની અને હિંદુ સમુદાયના અગ્રણીઓ વચ્ચે તાકીદે બેઠક બોલાવવા અનુરોધ કર્યો હતો. ઈસ્કોનના પ્રવક્તા સુતાપા દાસે જણાવ્યું કે હિંદુ સમુદાય અને અન્ય ધર્મોના સમુદાયો આ દેખાવોમાં જોડાયા તે હૃદયને સ્પર્શી ગયું. આ દિવસ અત્યાચારની પીડા અને દુઃખ સાથેનો હતો પરંતુ, એક આશા પણ ઉભી થઈ છે કે આધ્યાત્મિક એકતા અને એખલાસ દ્વારા આપણને આવા આતંકવાદને નાબૂદ કરવામાં મદદ મળશે.
હુમલાઓ અંગે જાગ્રતિ લાવવા અને પીડિતોને ન્યાય અપાવવા માટે હિંદુ ગ્રૂપ દ્વારા વડા પ્રધાન બોરિસ જહોન્સન, હોમ સેક્રેટરી પ્રીતિ પટેલ અને વિદેશ પ્રધાન લીઝ ટ્રસને પણ પત્ર લખવામાં આવ્યો હતો.
ઈસ્લામ સિદ્ધાંતોની વિરુદ્ધ મોટાપાયે થયેલા આ દેખાવોમાં દુનિયાભરના સેંકડો ભક્તો સહિત હિંદુઓ પ્લેકાર્ડ અને બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતા જોડાયા હતા. યુકેના બાંગ્લાદેશમાં નવરાત્રિના પવિત્ર પર્વ દરમિયાન હિંદુ મંદિરો પર હુમલો થયો હતો. તેમાં બે લોકોનું મૃત્યુ થયું હતું અને સંખ્યાબંધ લોકો ઘાયલ થયા હતા. આ હુમલામાં દેવી દેવતાઓની મૂર્તિઓ ખંડિત થઈ હતી.
