બીએપીએસના વિદ્વાન સંત ભદ્રેશદાસ સ્વામી રચિત બ્રહ્મઘોષ ગ્રંથને સાહિત્ય અકાદમી એવોર્ડ

બીએપીએસના વિદ્વાન સંત ભદ્રેશ

બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.

નવી દિલ્હીઃ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંત મહામહોપાધ્યાય સ્વામી ભદ્રેશદાસજીને સાહિત્ય ક્ષેત્રે પ્રદાન બદલ વર્ષ 2025ના અકાદમી એવોર્ડથી સન્માનિત કરાયા છે.
ભારત સરકાર દ્વારા સાહિત્ય ક્ષેત્રે અપાતું આ સર્વોચ્ચ સન્માન વિવિધ ભારતીય ભાષાઓમાં પ્રશંસનીય યોગદાન બદલ એનાયત કરાય છે. સ્વામી ભદ્રેશદાસજીને આ બહુમાન સંસ્કૃત ભાષામાં પ્રકાશિત બ્રહ્મઘોષ ગ્રંથ માટે એનાયત થયું છે. ભારતની સર્વોચ્ચ સંસ્કૃત કૃતિ તરીકે આ વર્ષે પસંદ કરવામાં આવેલ કૃતિનું નામ છે: ‘પ્રસ્થાનચતુષ્ટયે બ્રહ્મઘોષઃ’
આ ગ્રંથમાં હિન્દુ ધર્મમાં મુખ્ય ગણાતાં ઉપનિષદ, ભગવદ્ગીતા અને બ્રહ્મસૂત્ર ઉપરાંત ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત વચનામૃત ગ્રંથનો આધાર લઈને બ્રહ્મતત્ત્વને ઉજાગર કરવામાં આવ્યું છે. સૂત્રાત્મક રીતે પદ્ય શૈલીમાં રચવામાં આવેલા આ ગ્રંથને વિદ્વાનો દાર્શનિક કાવ્ય તરીકે જુએ છે. આ ગ્રંથની સાહિત્યિક વિશેષતાઓને ધ્યાનમાં રાખીને મૂર્ધન્ય વિદ્વાનોની ચયન સમિતિ દ્વારા શ્રેષ્ઠ કૃતિ તરીકે તેને જાહેર કરવામાં આવેલ છે. આ ગ્રંથમાં ભગવાન સ્વામિનારાયણ દ્વારા પ્રબોધિત તત્ત્વ જ્ઞાનને સાહિત્યિક રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2018માં પ્રકાશિત આ ગ્રંથ લેખકે પ.પૂ. મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી રચેલ છે. આ એવોર્ડની જાહેરાતથી વિદ્વાનોમાં આનંદનું મોજું ફરી વળ્યું છે.

બીએપીએસના વિદ્વાન સંત ભદ્રેશ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.