ભારતીય હાઈ કમિશન ઈલેવનનો ફિક્કી ટીમ સામે વિજય

ભારતીય હાઈ કમિશન ઈલેવનનો ફિક્કી ટીમ સામે વિજય

વેસ્ટ હર્ટ્સ ક્રિકેટ ક્લબ ખાતે ગુરુવાર 24 ઓગસ્ટે ભારતીય હાઈ કમિશન (HCI) અને ફિક્કી (FICCI) ઈલેવન વચ્ચે વાર્ષિક ક્રિકેટ મેચ યોજાઈ હતી. યુકેસ્થિત ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સુજિત ઘોષના વડપણ હેઠળ ભારતીય હાઈ કમિશન ઈલેવને રમતના મેદાન પર કૌશલ્યનું પ્રદર્શન કરવા સાથે ફિક્કી ઈલેવન સામે વિજય હાંસલ કર્યો હતો.

વેસ્ટ હર્ટ્સ ક્રિકેટ ક્લબ ખાતે ગુરુવાર 24 ઓગસ્ટે ભારતીય હાઈ કમિશન (HCI) અને ફિક્કી (FICCI) ઈલેવન વચ્ચે વાર્ષિક ક્રિકેટ મેચ યોજાઈ હતી. યુકેસ્થિત ડેપ્યુટી હાઈ કમિશનર શ્રી સુજિત ઘોષના વડપણ હેઠળ ભારતીય હાઈ કમિશન ઈલેવને રમતના મેદાન પર કૌશલ્યનું પ્રદર્શન કરવા સાથે ફિક્કી ઈલેવન સામે વિજય હાંસલ કર્યો હતો. આ ઈવેન્ટમાં બંને ટીમોએ દર્શાવેલા ઉત્સાહ, ચપળતા, ટીમવર્ક, મૈત્રી અને ખેલભાવનાને બિરદાવવા પરિવારો, અગ્રણી બિઝનેસીસના સીઈઓ અને સમર્થકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મેચનો આનંદ ઉઠાવ્યો હતો. આ ક્રિકેટસ્પર્ધા દર્શકો માટે માત્ર મનોરંજક બની રહી ન હતી પરંતુ, ભારતીય ડાયસ્પોરા સાથે સંપર્કનિર્માણનું મહત્ત્વ દર્શાવનારી પણ રહી હતી. ફિક્કી યુકે કાઉન્સિલના ચેરપર્સન બેરોનેસ ઉષા પ્રશાર તેમજ ફિક્કીના સેક્રેટરી જનરલ શૈલેષ પાઠકે પણ HCI ઈલેવન અને FICCI ઈલેવનને તંદુરસ્ત સ્પર્ધા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

ભારતીય હાઈ કમિશન ઈલેવનનો ફિક્કી ટીમ સામે વિજય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.