મહંત સ્વામી મહારાજના 91મા જન્મદિનની ઊજવણી

મહંત સ્વામી મહારાજના 91મા જન્મદિનની ઊજવણી

BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના આધ્યાત્મિક માર્ગદર્શક ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 91મા જન્મદિનની ઊજવણી શનિવાર 28 સપ્ટેમ્બર 2024ના રોજ લંડનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી છે. પોતાનું જીવન નિઃસ્વાર્થ સેવા, અવિરત શ્રદ્ધા અને દિવ્ય પ્રેમને સમર્પિત કરનારા માર્ગદર્શક પ્રકાશની જન્મજયંતીની સંગીતમય અને કાવ્યમય ઊજવણીમાં ભાગ લેવા મંદિર દ્વારા હરિભક્તોને આમંત્રિત કરાયા છે.

લંડનઃ BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થાનના આધ્યાત્મિક માર્ગદર્શક ગુરુહરિ પૂજ્ય મહંત સ્વામી મહારાજના 91મા જન્મદિનની ઊજવણી શનિવાર 28 સપ્ટેમ્બર 2024ના રોજ લંડનના BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે યોજવામાં આવી છે. પોતાનું જીવન નિઃસ્વાર્થ સેવા, અવિરત શ્રદ્ધા અને દિવ્ય પ્રેમને સમર્પિત કરનારા માર્ગદર્શક પ્રકાશની જન્મજયંતીની સંગીતમય અને કાવ્યમય ઊજવણીમાં ભાગ લેવા મંદિર દ્વારા હરિભક્તોને આમંત્રિત કરાયા છે.

મહત્તમ હરિભક્તો અને તેમના પરિવારજનોને લાભ આપી શકાય તે માટે બે સ્લોટનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે કોઈ પણ એક સ્લોટમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશનની સમયમર્યાદા સોમવાર, 23 સપ્ટેમ્બર, 2024 સુધીની છે. પ્રથમ ઉત્સવ સવારે 11 વાગ્યાથી શરૂ થઈ બપોરના 3 વાગ્યે સમાપ્ત થશે જ્યારે બીજો ઉત્સવ બપોરના 4 વાગ્યાથી શરૂ થઈ રાત્રિના 8 વાગ્યે સમાપ્ત થશે. ઊજવણી આનંદમય બની રહે તે માટે ભક્તોને રંગીન અને પરંપરાગત ભારતીય વસ્ત્રો ધારણ કરવા જણાવાયું છે.

વધુ માહિતી [email protected] પરથી મેળવી શકાશે.

મહંત સ્વામી મહારાજના 91મા જન્મદિનની ઊજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.