મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા કલ્પનાશીલ નેતાઓનું સન્માન

92 વર્ષ જુની રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનારા દીર્ઘદર્શી કલ્પનાશીલ નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સકાળ મીડિયા ગ્રૂપના ચેરમેન પ્રતાપરાવ પવાર, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈસીસ લિમિટેડના MD અને CEO પુનિત ગોએન્કાને ‘ગ્લોબલ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્ર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રતાપરાવ પવારને મીડિયા, એજ્યુકેશન અને સામાજિક વિકાસના ક્ષેત્રે યોગદાન જ્યારે પુનિત ગોએન્કાને મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નેતૃત્વ માટે સન્માન કરાયું હતું.

લંડનઃ 92 વર્ષ જુની રજિસ્ટર્ડ ચેરિટી સંસ્થા મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં અનન્ય યોગદાન આપનારા દીર્ઘદર્શી કલ્પનાશીલ નેતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. સકાળ મીડિયા ગ્રૂપના ચેરમેન પ્રતાપરાવ પવાર, ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈસીસ લિમિટેડના MD અને CEO પુનિત ગોએન્કાને ‘ગ્લોબલ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્ર એવોર્ડ’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રતાપરાવ પવારને મીડિયા, એજ્યુકેશન અને સામાજિક વિકાસના ક્ષેત્રે યોગદાન જ્યારે પુનિત ગોએન્કાને મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં નેતૃત્વ માટે સન્માન કરાયું હતું.

મિ. ગોએન્કા વતી એવોર્ડ સ્વીકારતા પારુલ ગોએલે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. મિ. ગોએન્કાએ નિવેદનમાં જણાવ્યું હતું કે,‘ આ સન્માન ઝીને સતત ગૌરવ અપાવતી મારી ટીમના પ્રયાસોનો પુરાવો છે.’

સાંસદ જોય મોરિસ્સેના યજમાનપદ હેઠળ ગ્લોબલ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્ર એવોર્ડ સકાળ મીડિયા ગ્રૂપના ચેરમેન પ્રતાપરાવ પવાર જેવા વિઝનરી નેતાઓને સન્માને છે. મિ. પવારની રાહબરી હેઠળ સકાળ વિશ્વસનીય અને પ્રભાવશાળી મીડિયા સંગઠન બન્યું છે જે અસરકારક પત્રકારિત્વ સાથે વિવિધ પ્લેટફોર્મ્સ પર વિસ્તરી રહ્યું છે. મીડિયા ઉપરાંત, મિ. પવારે ટેક્નિકલ એજ્યુકેશન અને ઈનોવેશનને આગળ વધારતી COEP ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ચેરમેન તરીકે શિક્ષણક્ષેત્રને નોંધપાત્ર યોગદાન આપ્યું છે. તેમની પ્રતિબદ્ધતા મહારાષ્ટ્ર અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ જેવી સામાજિક પહેલો થકી વૈજ્ઞાનિક વિચારસરણી અને સામાજિક પ્રગતિને આગળ વધારી રહી છે.

સકાળ મીડિયા ગ્રૂપના ચેરમેન પ્રતાપરાવ પવારને મહારાષ્ટ્ર મંડળ લંડનનું માનદ આજીવન સભ્યપદ એનાયત કરવામાં આવ્યું હતું અને એન્ટ્રેપ્રીન્યોર્સ અને પ્રોફેશનલ્સ માટેના તેના ગ્લોબલ પ્લેટફોર્મને માર્ગદર્શન આપવા આમંત્રણ અપાયું હતું. ‘ગ્લોબલ પ્રાઈડ ઓફ મહારાષ્ટ્ર એવોર્ડ’ સ્વીકારતા મિ. પવારે આભાર વ્યક્ત કરવા સાથે આ સન્માન પ્રામાણિકતા અને સેવાની પ્રતિબદ્ધતા ધરાવતી તેમની ટીમને સમર્પિત કર્યું હતું.

મહારાષ્ટ્ર મંડળ લંડનના પ્રેસિડેન્ટ વૃશાલ ખાંડકેએ મીડિયા, એજ્યુકેશન અને સામાજિક વિકાસના ક્ષેત્રોમાં પવારના પરિવર્તનકારી યોગદાનની અને મહારાષ્ટ્રની વિરાસતને વૈશ્વિક મંચ પર ઉજાગર કરવામાં તેમની ભૂમિકાની પ્રશંસા કરી હતી.

 

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા કલ્પનાશીલ નેતાઓનું સન્માન
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.