મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા મહારાષ્ટ્ર દિવસ 2026ની ભવ્ય ઉજવણી

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા મહારાષ્ટ્ર દિવસ 2026ની ભવ્ય ઉજવણી

મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા મહારાષ્ટ્ર ભવન, લંડન ખાતે મહારાષ્ટ્ર દિવસ 2026ની ભારે ઉત્સાહ, સાંસ્કૃતિક ગૌરવ અને સામુદાયિક ભાવના સાથે સફળ ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ભારતીય ડાયસ્પોરા કોમ્યુનિટીઓના સભ્યો, પ્રતિષ્ઠિત નેતાગણ સહિત 450થી વધુ લોકોએ ઉજવણીની સાંજને અવિસ્મરણીય બનાવી હતી.

લંડનઃ મહારાષ્ટ્ર મંડળ લંડન (MML) દ્વારા મહારાષ્ટ્ર ભવન, લંડન ખાતે મહારાષ્ટ્ર દિવસ 2026ની ભારે ઉત્સાહ, સાંસ્કૃતિક ગૌરવ અને સામુદાયિક ભાવના સાથે સફળ ઉજવણી કરવામાં આવી હતી. વિવિધ ભારતીય ડાયસ્પોરા કોમ્યુનિટીઓના સભ્યો, પ્રતિષ્ઠિત નેતાગણ સહિત 450થી વધુ લોકોએ ઉજવણીની સાંજને અવિસ્મરણીય બનાવી હતી.

આ ઈવેન્ટમાં મુખ્ય મહેમાન તરીકે બ્રેન્ટના મેયર કાઉન્સિલર રાયન હેક ઉપસ્થિત રહ્યાં હતાં તેમજ ભારતીય હાઈ કમિશનમાં ડિફેન્સ એડવાઈઝર કોમોડોર મુરલીધર ભાસ્કર ડોંગરે અને ફર્સ્ટ સેક્રેટરી (સાયન્સ એન્ડ ટેકનોલોજી એન્ડ પોલિટિકલ-ઈન્ટર્નલ) શ્રીરામ અંબારકાએ અતિથિવિશેષ તરીકે હાજરી આપી હતી.

ઈવેન્ટના આરંભ અને સમાપન વખતે MML-DTP દ્વારા ઢોલ અને ત્રાંસાની ધમાકેદાર પ્રસ્તુતિ કરવામાં આવી હતી. મહેમાનોએ સ્વાદિષ્ટ મહારાષ્ટ્રિયન વાનગીઓ અને સ્પેશિયાલિટી ફૂડ સ્ટોલ્સને માણ્યા હતા. ઉત્સાહથી ભરપૂર સાંસ્કૃતિક પરફોર્મન્સીસે સાંજને યાદગાર બનાવી હતી. સાંસ્કૃતિક પ્રોગ્રામમાં નિશિતા જોશી દ્વારા જોગવા નૃત્ય, ફોક કલા (DS Group) દ્વારા કોંકણી ગોઅન ડાન્સ, કુણાલ અને નક્ષત્ર દ્વારા ફન ક્વિઝ, MMLઢોલ ત્રાંસા ગ્રૂપ દ્વારા કોલી અને ગોંધાલ ડાન્સ, થરોકની ભારતીય કોમ્યુનિટી દ્વારા નૃત્ય, MML દ્વારા લાવણી નૃત્ય પરફોર્મન્સ તેમજ બોર્નમાઉથ ગ્રૂપ દ્વારા લાઈવ સિંગિંગ, ડાન્સ અને જામિંગ સેશનની રજૂઆત કરવામાં આવી હતી.

અમૃતા ફડણવીસ દ્વારા ‘નમન તુલા’ ગીતની રજૂઆત કરવામાં આવી ત્યારે ઉપસ્થિત લોકો પણ ગીત ગાવા અને નૃત્યમાં આનંદ અને ઉત્સાહભેર સામેલ થયા હતા. આ ઉજવણીને સફળ બનાવવા બદલ સંસ્થા દ્વારા વોલન્ટીઅર્સ, સ્પોન્સર્સ, સ્ટોલ હોલ્ડર્સ અને ઉપસ્થિત લોકો તરફ આભારની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.

મહારાષ્ટ્ર મંડળ લંડન દ્વારા મહારાષ્ટ્ર દિવસ 2026ની ભવ્ય ઉજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.