માઈનોરિટી એથનીક કોમ્યુનિટીઝ (MEC) હેલ્થ ફેરનું વર્ચ્યુઅલ આયોજન
સામાન્ય રીતે દર વર્ષે કાર્ડીફમાં યોજાતો લોકપ્રિય માઈનોરિટી એથનીક કોમ્યુનિટીઝ(MEC) હેલ્થ ફેર આ વર્ષે ૨૯.૧૦.૨૦ને ગુરુવારે સવારે ૧૦ થી બપોરે ૨ દરમિયાન ઝૂમના માધ્યમથી ઓનલાઈન યોજાશે. તેમાં સામેલ થવા માટે કોઈ ફી રાખવામાં આવી નથી.

આ ૧૧મા વર્ચ્યુઅલ ફેરમાં ફર્સ્ટ મિનિસ્ટર ઓફ વેલ્સ માર્ક ડ્રેકફર્ડ મુખ્ય વક્તવ્ય આપશે. આ વર્ષની થીમ ‘Covid-19 and Wellbeing’ છે. લોકોને નિરાધારપણું, યુવાનો માટે એકાગ્રતા, ડાયાબિટીસ અટકાવવો, મેન્ટરિંગ, વેલ્ફેર અને ફાઈનાન્સ તથા સાલસા જેવા વિવિધ વિષયો પર અડધા કલાકની સેશનમાં જોડાવાની લોકોને તક મળશે. કાર્યક્રમમાં હેલ્થ પ્રોફેશનલ્સ સાથે Q & A સેશન પણ રાખવામાં આવી છે.
MEC હેલ્થ ફેર સ્ટીયરીંગ ગ્રૂપના ચેર સુજાતા તલાડીએ જણાવ્યું હતું કે કોવિડ-૧૯ ગાઈડલાઈન્સને લીધે આ વર્ષે આ કાર્યક્રમ ઝૂમના માધ્યમથી રાખ્યો છે. તેમણે આ આયોજનને સહયોગ આપવા બદલ કાર્ડીફ એન્ડ વેલ યુનિવર્સિટી હેલ્થ બોર્ડ, CAVAMH, C3SC, CCAWS, ડાયાબિટીસ UK Cymru, Diverse Cymru, હિંદુ કાઉન્સિલ વેલ્સ, રેસ ઈક્વાલિટી ફર્સ્ટ, Sight Cymru અને The Mentor Ring and Women Connect First સંસ્થાઓનો આભાર માન્યો હતો.