માતૃભાષા દિનની ઉજવણી માટે કુમકુમ મંદિરની અપીલ

માતૃભાષા દિનની ઉજવણી માટે કુમ

મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ વિકલ્પ નથી. આપણને આપણી માતાનું ગૌરવ હોય, આપણા ગુરુનું પણ ગૌરવ હોય છે, તેમ દરેક ગુજરાતીને આપણી ગુજરાતી માતૃભાષાનું પણ ગૌરવ હોવું જોઈએ તેમ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની આપણે સૌએ ઉજવણી કરવી જોઈએ. માતૃભાષાનો અર્થ થાય છે કે મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા. માતૃભાષા એટલે માતા સમાન ભાષા. 

મા, માતૃભાષા અને માતૃભૂમિનો અન્ય કોઈ વિકલ્પ નથી. આપણને આપણી માતાનું ગૌરવ હોય, આપણા ગુરુનું પણ ગૌરવ હોય છે, તેમ દરેક ગુજરાતીને આપણી ગુજરાતી માતૃભાષાનું પણ ગૌરવ હોવું જોઈએ તેમ શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ મણિનગરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસની આપણે સૌએ ઉજવણી કરવી જોઈએ. માતૃભાષાનો અર્થ થાય છે કે મા પાસેથી પ્રાપ્ત થયેલી ભાષા. માતૃભાષા એટલે માતા સમાન ભાષા. તેમણે ઉમેર્યું હતું કે આપણી માતૃભાષા ગુજરાતી છે. તેથી દરેક માતાપિતાએ ઘરમાં બાળકોની સાથે ગુજરાતીમાં જ વાત કરવી જોઈએ. તેમ કરવાથી જ બાળકો ગુજરાતીમાં બોલતા શીખશે. આપણા ધર્મગ્રંથો ગુજરાતી ભાષામાં છે તેને પણ તેઓ વાંચી શકશે. બાળકો આપણા ધર્મગ્રંથો વાંચશે તો તેઓ સદાચારમય જીવન જીવશે અને તેમને સારા સંસ્કાર પ્રાપ્ત થશે .

માતૃભાષા દિનની ઉજવણી માટે કુમ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.