મીના ખગ્રામ અને ડો. લલિત સોઢા દ્વારા ઓપરેશન ચુપી
MINLA ઝૂમ સેશનના પરોપકારી સ્થાપકો મીના ખગ્રામ અને ડો. લલિત સોઢા દ્વારા તાજેતરમાં હૃદયસ્પર્શી મિશન ‘No girl loses dignity, and no child sleeps without food’ (કોઈ બાળાની ગૌરવહાનિ થવી ન જોઈએ અને કોઈ બાળા ભૂખી સુવી ન જોઈએ) સૂત્ર સાથે ઓપરેશન ચુપી લોન્ચ કરવામાં આવ્યું હતું. પરોપકારી સ્થાપકો એવાં વિશ્વની રચનાની કલ્પના ધરાવે છે, જ્યાં પાયારૂપ માનવીય આવશ્યક્તા સાથે સમાધાન સાધવામાં ન આવે. આ ઈનિશિયેટિવ સાથે MINLA યુવા બાળાઓને અંડરવિયર અને સેનિટરી પ્રોડક્ટ્સ જેવી આવશ્યક આઈટમ્સ તેમજ કચડાયેલી-વંચિત કોમ્યુનિટીઓના બાળકોને પોષણયુક્ત ભોજન પુરાં પાડશે.
લંડનઃ MINLA ઝૂમ સેશનના પરોપકારી સ્થાપકો મીના ખગ્રામ અને ડો. લલિત સોઢા દ્વારા તાજેતરમાં હૃદયસ્પર્શી મિશન ‘No girl loses dignity, and no child sleeps without food’ (કોઈ બાળાની ગૌરવહાનિ થવી ન જોઈએ અને કોઈ બાળા ભૂખી સુવી ન જોઈએ) સૂત્ર સાથે ઓપરેશન ચુપી લોન્ચ કરવામાં આવ્યું હતું. પરોપકારી સ્થાપકો એવાં વિશ્વની રચનાની કલ્પના ધરાવે છે, જ્યાં પાયારૂપ માનવીય આવશ્યક્તા સાથે સમાધાન સાધવામાં ન આવે. આ ઈનિશિયેટિવ સાથે MINLA યુવા બાળાઓને અંડરવિયર અને સેનિટરી પ્રોડક્ટ્સ જેવી આવશ્યક આઈટમ્સ તેમજ કચડાયેલી-વંચિત કોમ્યુનિટીઓના બાળકોને પોષણયુક્ત ભોજન પુરાં પાડશે.
MINLA દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું કે,‘ ઘણી વખત બાળાઓને પાયારુપ હાઈજિન –સુખાકારી પ્રોડક્ટ્સ વિના ચૂપચાપ સહન કરવાની ફરજ પડે છે જેનાથી શરમ-સંકોચ, બહિષ્કાર અને ગૌરવહાનિની પરિસ્થિતિમાં મૂકાવું પડે છે. આની સાથોસાથ, અસંખ્ય બાળકોએ દરેક રાત્રિએ ભૂખ્યાં જ પથારીમાં જવું પડે છે. તેમણે વિકાસ, શીખવા અને ઉછેર માટે આવશ્યક પોષણથી વંચિત રહેવું પડે છે. ઓપરેશન ચુપી કરુણા અને કામગીરી સાથે આ બંને તાકીદના મુદ્દા-સમસ્યાનું નિવારણ કરવાં ઈચ્છે છે. એક કોમ્યુનિટી તરીકે સાથે મળીને આપણે જેમને સૌથી વધુ જરૂર છે તેમના માટે ગૌરવને પુનઃસ્થાપિત કરવામાં, આરોગ્યની ચોકસાઈ અને આશા જગાવવામાં મદદરુપ થઈ શકીએ.’
