મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી અને હિન્દુ ધર્માચાર્યો વચ્ચે બેઠક

મુસ્લિમ વિશ્વના સૌથી પ્રભાવશાળી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ (સાઉદી અરેબિયા) ડો. મોહમ્મદ અલ-ઇસાએ તાજેતરમાં ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (વીઆઇએફ) ખાતે હિન્દુ ધર્મના અગ્રણી ધર્માચાર્યો સાથે ધાર્મિક સમન્વય મુદ્દે સંવાદ કર્યો હતો.
મુસ્લિમ વિશ્વના સૌથી પ્રભાવશાળી સંગઠન મુસ્લિમ વર્લ્ડ લીગના સેક્રેટરી જનરલ (સાઉદી અરેબિયા) ડો. મોહમ્મદ અલ-ઇસાએ તાજેતરમાં ભારત પ્રવાસ દરમિયાન દિલ્હીમાં વિવેકાનંદ ઇન્ટરનેશનલ ફાઉન્ડેશન (વીઆઇએફ) ખાતે હિન્દુ ધર્મના અગ્રણી ધર્માચાર્યો સાથે ધાર્મિક સમન્વય મુદ્દે સંવાદ કર્યો હતો. આ બેઠકમાં હિન્દુ ધર્મ આચાર્ય સભાના મહામંત્રી અને સંયોજક સ્વામી પરમાત્માનંદજી, સ્વામી નિર્મલાનંદજી, સ્વામી માધવપ્રિયદાસજી (SGVP ગુરુકુલ-અમદાવાદ), સ્વામી બ્રહ્મેશાનંદજી (ગોવા) અને અન્ય ધર્મસંસ્થાના પ્રતિનિધિ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિસંવાદમાં ભારતના નેશનલ સિક્યુરિટી એડવાઇઝર અજીત ડોભાલ અને વીઆઇએફના અધ્યક્ષ ગુરુમૂર્તિ પોતાની ટીમ સાથે આ ચર્ચામાં જોડાયા હતા.
