યુ.કે. સહિત વિદેશોમાં ભારતના વડાપ્રધાન મોદીજીની ૭૦મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી: શુભેચ્છાઓના સૂર... નમો..નમો..નમો

યુ.કે.ના ગુજરાતીઓની સંસ્થા શ્રીએમ દ્વારા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ ૧૭ સપ્ટેમ્બરે એક ઓન લાઇન વેબીનાર અહિંસા વિશ્વભારતીના સંસ્થાપક જૈનાચાર્ય ડો. લોકેશના સાન્નિધ્યમાં યોજાયો જેમાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંબોધન કર્યું. 

યુ.કે.ના ગુજરાતીઓની સંસ્થા શ્રીએમ દ્વારા પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્ર મોદીની ૭૦મી વર્ષગાંઠ ૧૭ સપ્ટેમ્બરે એક ઓન લાઇન વેબીનાર અહિંસા વિશ્વભારતીના સંસ્થાપક જૈનાચાર્ય ડો. લોકેશના સાન્નિધ્યમાં યોજાયો જેમાં ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સંબોધન કર્યું.
આ પ્રસંગે આચાર્યશ્રીએ ભારતના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીને ૭૦મા જન્મદિવસ પર હાર્દિક વધાઇ પાઠવતા મંગલ પાઠનું ગાન કર્યું જેથી તેઓશ્રી ભારતને વિશ્વના નક્શા પર ઉચ્ચતમ શિખરે પહોંચાડી શકે. આચાર્યશ્રીએ મોદીજીના કાર્યો જેવા કે, ૩૭૦મી કલમ હટાવી, ત્રણ તલાકનો કાનૂન બનાવ્યો, કોરોના વાયરસ મહામારી સામેના ઉચિત પગલાં, આતંકવાદ જેવા મુદ્દાઓ સામેની લડત વગેરે બાબતોમાં એમની સરકાર સક્ષમ રહી એ માટ તેઓ વધાઇને પાત્ર છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ વેબીનારમાં મોદીજીને જન્મ દિનની વધાઇ પાઠવતાં જણાવ્યું કે, મોદીજીના રૂપમાં દેશને લોકકલ્યાણકારી તેમજ કુશલ નેતૃત્વ સાંપડ્યું છે. જેને પૂરા વિશ્વમાં ગૌરવ અપાવ્યું છે.
યુ.કે.-યુરોપના બી.જે.પી. સંયોજક શ્રી વિજય મહેતાએ વિદેશોમાં વસતા ગુજરાતીઓના દિલોમાં વસે છે યશસ્વી પ્રધાનમંત્રી.
લંડન સ્થિત નહેરૂ સેન્ટરના ડાયરેક્ટર શ્રી અમીષભાઇ ત્રિપાઠીએ જણાવ્યું કે, વિદેશોમાં વસતા ભારતીયોને નિયમ-કાનૂનોમાં સારી સુવિધાઓ મળી છે જે એમની સરકારની ઉપલબ્ધિ છે.
આ પ્રસંગે શ્રી મહેન્દ્રભાઇ જાડેજા, પાટીદાર સમાજના શ્રી પ્રવિણભાઇ અમીન, લોહાણા સમાજના પ્રમુખ શ્રી યતિન દાવડા, ભાદરણ સમાજના પ્રમુખ શ્રી વિમલભાઇ પટેલ, ગીતા ફાઉન્ડેશનના પ્રમુખ શરદભાઇ પરીખ, બી.જે.પી અગ્રણી શ્રી લાલુભાઇ પારેખ, અનિતાબેન રૂપારેલીયા વગેરેએ પોતાના અભિપ્રાય દર્શાવ્યા.
લીગલ રાઇટ્સ કાઉન્સિલ ઇન્ડીયાના યુ.કે.ના પ્રતિનિધિ શાઇના કૃષ્ણાએ ગુજરાત સમાચાર અને એશિયન વોઇસને જણાવ્યું હતું કે, તેઓ કર્મયોગી વડાપ્રધાનની ૭૦મી વર્ષગાંઠ નિમિત્તે ૭૦ દેશોમાં વસતાં ભારતીયોના વિડીયો સંદેશાઓનું સંકલન કરી પોતાના પ્રેમ અને લાગણીને વાચા આપી હતી. વિશ્વના શ્રેષ્ઠ નેતા તરીકેની એમની આભાને ફેસબુક અને લંડનના સ્થાનિક ટી.વી.ચેનલ પર પ્રાસરિત કર્યો હતો. મોદીજીને દીર્ઘાયુ અને તંદુરસ્તીભર્યા જીવનની શુભકામના પાઠવી હતી.
 ગ્લોબલ ચાઇલ્ડ પ્રોડક્ટીવીટીના ૨૫ દેશોમાંથી યુ.એસ.એ., યુ.કે., ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, મેક્સિકો, ઇરાન, કેન્યા, જાપાન, મલેશિયા, ઇન્ડીયા, ઇન્ડોનેશિયા, બાંગ્લાદેશ, નેપાળ, નાઇજીરીયા, કુવૈત, ભૂતાન, યુગાન્ડા, સાઉથ આફ્રિકા, ફીલિપાઇન્સ, યુક્રેઇન વગેરેમાંથી એમની ભાષામાં મોદીજીને વર્ષગાંઠની શુભેચ્છાઓ પાઠવતાં લોકપ્રિય, અદ્ભૂત વડાપ્રધાન ગણાવ્યા હતા. ન...મો...ન...મો.ની ગૂંજે મોદીજીની વૈશ્વિક લોકપ્રયતાનો પડઘો પાડ્યો હતો.

યુ.કે. સહિત વિદેશોમાં ભારતના વ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.