યુએસના વર્જિનિયાના રોનોક શહેરમાં દર વર્ષે 22 જૂને ઉજવાશે ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ

અમેરિકાના વર્જિનિયા રાજ્યના રોનોક શહેરના મેયર જોસેફ એલ. કોબ દ્વારા 22 જૂનને સત્તાવાર રીતે ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ જાહેર કરવામાં આવ્યો છે. હવેથી દરેક 22 જૂને રોનોક શહેરમાં ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસની ઉજવણી કરાશે. આમ, બીએપીએસ સંસ્થાના ડો. જ્ઞાનવત્સલ સ્વામીને અમેરિકામાં ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું છે. આ માટે રોનોક શહેરના મેયર દ્વારા ડો. જ્ઞાનવત્સલ સ્વામીને સર્ટિફિકેટ પણ અપાયું છે.

બીએપીએસ સંસ્થાના જણાવ્યા અનુસાર, આ પ્રતિષ્ઠિત સન્માન ડો. જ્ઞાનવત્સલ સ્વામીની મૂલ્ય નિષ્ઠ જીવનશૈલી, ચરિત્ર નિર્માણ, સમાજસેવા અને માનવ કલ્યાણ માટેના પ્રેરણાદાયી યોગદાનની ઉજ્જવળ કદરરૂપ છે. ઉલ્લેખનીય છે કે, ડો. જ્ઞાનવત્સલ સ્વામી અત્યાર સુધીમાં દેશ-વિદેશમાં 15,500થી વધુ પ્રેરણાદાયી ઉદ્બોધનો દ્વારા સમાજને અને વિશેષ રૂપે યુવાધનને સન્માર્ગે જીવન જીવવાની પ્રેરણા આપી ચૂક્યા છે.
બીએપીએસના જણાવ્યા અનુસાર, 22 જૂનની તારીખ એટલે પસંદ કરાઈ કેમ કે તે દિવસે ડો. જ્ઞાનવત્સલ સ્વામી રોનોક શહેરમાં પ્રવચન આપવા ગયા હતા. તેમના વક્તવ્યથી પ્રભાવિત થઈ રોનોક શહેરના મેયરે 22 જૂનને ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ તરીકે જાહેર કર્યો છે.
સ્વામી પ્રેરણાના પથદર્શક
ઉલ્લેખનીય છે કે ડો. જ્ઞાનવત્સલ સ્વામી BAPSના પ્રતિષ્ઠિત આધ્યાત્મિક અગ્રણી, લાઇફ કોચ, લેખક અને પ્રખ્યાત વક્તા છે, જેમણે લાખો લોકોને હેતુપૂર્ણ, પ્રામાણિકતા અને કરુણાથી સભર જીવન જીવવાની પ્રેરણા આપી છે. તેઓ ગુજરાતની BVM એન્જિનિયરિંગ કોલેજમાંથી મિકેનિકલ એન્જિનિયર તરીકે સ્નાતક થયા બાદ પ્રમુખ સ્વામી મહારાજ મારફતે સાધુ તરીકે દીક્ષિત થઈને પોતાનું જીવન આધ્યાત્મિક સેવા અને માનવીય મૂલ્યો માટે સમર્પિત કર્યું છે. છેલ્લા 3 દાયકામાં તેમણે 40થી વધુ દેશોમાં 15,500થી વધુ જીવન-ઉત્કર્ષક પ્રવચનો આપ્યાં છે અને 40 લાખથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવ્યાં છે.
સન્માનનું વિશેષ મહત્ત્વ
રોનોક શહેરને 8 વખત ઓલ-અમેરિકા સિટી એવોર્ડ મળ્યો છે. જેને કારણે ડો. જ્ઞાનવત્સલ સ્વામીને મળેલા સન્માનનું મહત્ત્વ અને ગૌરવ અનેકગણું વધી જાય છે. અમેરિકાનાં સેંકડો શહેરોમાંથી માત્ર ગણતરીનાં શહેરો જ આ એવોર્ડ બહુવિધ વખત જીતી શક્યા છે, જેમાં રોનોક શહેર મોખરે છે. રોનોકે આ એવોર્ડ 1952, 1979, 1987, 1996, 2012, 2015, 2017 અને 2024માં પ્રાપ્ત કર્યો છે. આ એવોર્ડ અમેરિકાની નેશનલ સિવિક લીગ દ્વારા દર વર્ષે અપાતો પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પુરસ્કાર છે. શહેરને આ એવોર્ડ તેની સુંદરતા માટે નહીં, પરંતુ ત્યાંના નાગરિકો અને સ્થાનિક પ્રશાસન વચ્ચેના અદભુત તાલમેલ, સામુદાયિક જોડાણ અને સ્થાનિક પડકારોને સાથે મળી ઉકેલવાની ક્ષમતા માટે અપાય છે.

યુએસના વર્જિનિયાના રોનોક શહેરમાં દર વર્ષે 22 જૂને ઉજવાશે ડો. જ્ઞાનવત્સલ સ્વામી દિવસ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.