યુએસમાં 100થી વધુ શહેરોમાં યોજાઇ BAPS ચેરિટીઝ વોક-રન 2025

યુએસમાં 100થી વધુ શહેરોમાં યોજા

સામુદાયિક એકતા અને સેવાભાવનાને ઉજાગર કરતી પ્રેરણાદાયી પહેલરૂપ એવી વાર્ષિક ‘બીએપીએસ ચેરિટીઝ વોક-રન 2025’ હેઠળ અમેરિકામાં 10થી વધુ શહેરોમાં 45,000થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ અનોખી પહેલમાં સામેલ થવા અમેરિકામાં વિવિધ શહેરોમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.

ન્યૂ યોર્કઃ સામુદાયિક એકતા અને સેવાભાવનાને ઉજાગર કરતી પ્રેરણાદાયી પહેલરૂપ એવી વાર્ષિક ‘બીએપીએસ ચેરિટીઝ વોક-રન 2025’ હેઠળ અમેરિકામાં 10થી વધુ શહેરોમાં 45,000થી વધુ નાગરિકો ઉત્સાહભેર જોડાયા હતા. આ અનોખી પહેલમાં સામેલ થવા અમેરિકામાં વિવિધ શહેરોમાં સેંકડો લોકો ઉમટી પડ્યા હતા.
આ વોક-રન દ્વારા 50થી વધુ સ્થાનિક સંસ્થાઓને સહાયતા આપવામાં આવી હતી, જેમાં ફાયર અને પોલીસ વિભાગો, નિવૃત સૈનિકો, વૃદ્ધોનાં સેવાકેન્દ્રો, મહિલાઓ અને નિરાશ્રિતો માટે કાર્યરત સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત માનસિક આરોગ્ય, કેન્સર સંભાળ અને કુટુંબ કલ્યાણ જેવા ક્ષેત્રે કાર્યરત 20થી વધુ આરોગ્ય-કેન્દ્રિત સંસ્થાઓ પણ આ આયોજનથી લાભાન્વિત થઈ હતી. અનેક શાળાઓ અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પ્રત્યે પણ વોક-રન દ્વારા જાગૃતિ અને સમર્થન પ્રાપ્ત થયું, જે આ પહેલના વ્યાપક પ્રભાવને દર્શાવે છે.
વિભિન્ન શહેરોમાં રહેલાં સ્વયંસેવકો અને પરિવારોના નમ્ર અને સંકલ્પબદ્ધ સેવાભાવે સમગ્ર કાર્યક્રમને જીવંત બનાવી દીધો હતો. રોબિન્સવિલે, ન્યૂ જર્સીમાં 16 વર્ષીય આરવ દુબલ હોય કે પછી લોસ એન્જલસમાં લાકડીના સહારે ભાગ લેનાર વૃદ્ધો હોય, આબાલ-વૃદ્ધ સૌ કોઈ આ આયોજનમાં હોંશભેર જોડાયા હતા.
આ વર્ષે, વોક-રનની થીમ હતી: ‘સ્પિરિટ ઓફ સર્વિસ’, એટલે કે ‘સેવાની ભાવના’; જે દેશભરમાં યોજાયેલ આ વોક-રનમાં પ્રતિબિંબિત થયેલી જોઈ શકાતી હતી.
આ આયોજન દ્વારા વિવિધ શહેરોમાં અનેકવિધ સામાજિક સંસ્થાઓને સહાય પ્રાપ્ત થઈ હતી. જેમ કે, હ્યુસ્ટનમાં વોક દ્વારા ‘NAMI ગ્રેટર હ્યુસ્ટન’ સંસ્થાને સહાય મળી, જે કોરોના બાદ બાદ માનસિક આરોગ્ય લક્ષી સંભાળની વધતી જરૂરિયાતના ક્ષેત્રમાં સેવા પૂરી પાડે છે. સાન હોઝેમાં સ્થાનિક શાળાઓ માટે જરૂરી ફંડ એકત્ર કરવા હજારો લોકો જોડાયા. ઓર્લાન્ડોમાં કેન્સરગ્રસ્ત બાળકો માટે ફંડ રેઈઝ થયું, જ્યારે ડલાસમાં સેવાનિવૃત્ત સૈનિકોને સહાય-સંભાળ જાગૃતિ માટે સૌ એકત્ર થયા. ડેટ્રોઇટમાં સ્થાનિક સેવાસંસ્થાઓ માટે અને આલ્બેનીમાં ફાયર વિભાગને સહાય મળી.
NAMI ગ્રેટર હ્યુસ્ટનના સીઇઓ એન્જેલા હડસને જણાવ્યું, ‘બીએપીએસ ચેરિટીઝ જેવી સંસ્થાઓ સમાજમાંથી માનસિક આરોગ્ય સંબંધિત સંકોચ દૂર કરવા અમૂલ્ય યોગદાન આપી રહી છે. અમે આપના પ્રયત્નોને બિરદાવીએ છીએ.’
એડિસન, ન્યૂ જર્સીના સહભાગી ભાર્ગવ આશિયરે ઉમેર્યું, ‘એક સારો વિચાર આવકારદાયક હોઈ શકે, પરંતુ તેના માટે કાર્ય કરવું જુદી વાત છે. આ સપ્તાહે અમેરિકાએ આ પહેલમાં જોડાઈને સાબિત કરી બતાવ્યું કે અન્યો પ્રતિ અનુકંપા, કરુણા કેવી રીતે સકારાત્મક બદલાવ લાવી શકે છે.’
છેલ્લાં 20 વર્ષથી બીએપીએસ ચેરિટીઝ આ રીતે સ્થાનિક સમુદાયોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આ પ્રકારના આયોજનો કરતી આવી છે. અત્યાર સુધી ઉત્તર અમેરિકામાં 1,100થી વધુ વોક-રન યોજાઈ ચુક્યા છે.
બીએપીએસ ચેરિટીઝના પ્રમુખ નીલકંઠ પટેલે આ પહેલને ‘સારપની સાર્વત્રિક અસર’ તરીકે ગણાવી હતી. તેમણે ઉમેર્યું, ‘ન્યૂ યોર્કથી લઈને હ્યુસ્ટન અને સાન હોઝેથી ડેટ્રોઇટ સુધી, સેવાભાવનાથી કાર્યાન્વિત આ આયોજન એક એવી પ્રતિબદ્ધતા છે, જે સમગ્ર દેશમાં અનેક શહેરોમાં અનેક લોકોના જીવનને સ્પર્શે છે.’

યુએસમાં 100થી વધુ શહેરોમાં યોજા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.