યુદ્ધના માહોલ વચ્ચે શાંતિ-સેવા-માનવતાનો પ્રકાશ રેલાવતો બીએપીએસનો સંતગણ

યુદ્ધના માહોલ વચ્ચે શાંતિ-સેવ

મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી અશાંતિ વચ્ચે પણ માનવસેવા અને પ્રાર્થનાનો અનોખો સંદેશ અબુધાબી સ્થિત બીએપીએસ મંદિરમાંથી મળી રહ્યો છે. અહીંના સંતો મુશ્કેલ સમયમાં શાંતિ અને સહકારનો સંદેશ આપતાં પ્રાર્થના, સેવા અને માનવતાના કાર્યોમાં સતત વ્યસ્ત અને જોડાયેલા છે.

અબુધાબીઃ મિડલ ઇસ્ટમાં ચાલી રહેલી યુદ્ધ જેવી અશાંતિ વચ્ચે પણ માનવસેવા અને પ્રાર્થનાનો અનોખો સંદેશ અબુધાબી સ્થિત બીએપીએસ મંદિરમાંથી મળી રહ્યો છે. અહીંના સંતો મુશ્કેલ સમયમાં શાંતિ અને સહકારનો સંદેશ આપતાં પ્રાર્થના, સેવા અને માનવતાના કાર્યોમાં સતત વ્યસ્ત અને જોડાયેલા છે.
સંતો રોજિંદી પ્રાર્થનાઓ દ્વારા સમગ્ર વિશ્વમાં શાંતિ, સુરક્ષા અને સુખાકારી માટે પ્રભુચરણમાં પ્રાર્થના કરે છે. સાથે જ જરૂરિયાતમંદોને સહાય પહોંચે તે માટે ભોજનના પેકેટ તૈયાર કરી માનવતાની સેવા પણ કરી રહ્યા છે.
મંદિર સાથે જોડાયેલા સંતો અને સ્વયંસેવકો પરિવારો સાથે ફોન અને વર્ચ્યુઅલ માધ્યમથી સંપર્ક કરી તેમને - આત્મવિશ્વાસ, હિંમત અને આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપી રહ્યા છે. આ સમગ્ર કામગીરીનું સંકલન મંદિરનો કાર્યભાર સંભાળતા બ્રહ્મવિહારી સ્વામીજીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહ્યું છે. તેઓ સંતો અને મુખ્ય સ્વયંસેવકો સાથે સતત બેઠક યોજીને વધુને વધુ લોકો સુધી મદદ પહોંચાડવા પ્રયત્નશીલ છે.

યુદ્ધના માહોલ વચ્ચે શાંતિ-સેવ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.