યોગગુરુ રામદેવજી મહારાજને શાલીન માનવરત્ન સન્માન

સંતભગવંત સાહેબજીના 87મા પ્રાગટ્ય દિને 23 માર્ચના રોજ યોજાયેલા એક સમારોહમાં યોગગુરુ શ્રી રામદેવજી મહારાજને શાલીન માનવરત્ન સન્માન અર્પણ કરાયું હતું.
સંતભગવંત સાહેબજીના 87મા પ્રાગટ્ય દિને 23 માર્ચના રોજ યોજાયેલા એક સમારોહમાં યોગગુરુ શ્રી રામદેવજી મહારાજને શાલીન માનવરત્ન સન્માન અર્પણ કરાયું હતું. આ પ્રસંગે સદગુરુ સાધુ પૂ. અશ્વિનદાદાએ શ્રી રામદેવજી મહારાજને શાલ ઓઢાડીને, પૂ. રતિકાકાએ ખેસ પહેરાવીને, જ્યારે સંતભગવંત સાહેબજીએ શાલીન માનવરત્ન સન્માન અર્પણ કરીને બિરદાવ્યા હતા. આ સમારંભમાં હરિધામ-સોખડાથી પૂ. પ્રેમસ્વરૂપ સ્વામીજી, પૂ. નિર્મળ સ્વામી, અયોધ્યાસ્થિત હનુમાન ગઢીના પૂ. કલ્યાણદાસજી મહારાજ સહિતના વરિષ્ઠ સંતો, વિવિધ ક્ષેત્રના મહાનુભાવો તેમજ વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
