રંગીન હોળી દોડને ભવ્ય સફળતા

રંગીન હોળી દોડને ભવ્ય સફળતા

કુએર્ડન વેલી પાર્ક અને ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)ના સંયુક્ત ઉપક્રમે રંગબેરંગી હોળી દોડ (હોળી કલર રન)નું આયોજન કરવામાં આવ્યું હતું. 250 પુખ્ત વ્યક્તિ અને બાળકોએ આ દોડમાં ભાગ લઈ તેને ભવ્ય સફળતા અપાવી હતી. આ રંગદોડનો હેતુ હોળીના ઉત્સવને પ્રોત્સાહિત કરવાની સાથોસાથ યજમાન સમુદાય વચ્ચે સાંસ્કૃતિક જાગૃતિ સર્જવાનો હતો. બંને સંસ્થાઓના વોલન્ટીઅર્સે આ ઈવેન્ટને સફળ બનાવવા સાથે રહી કામગીરી બજાવી હતી.

પ્રેસ્ટનઃ કુએર્ડન વેલી પાર્ક અને ગુજરાત હિન્દુ સોસાયટી (GHS)ના સંયુક્ત ઉપક્રમે રંગબેરંગી હોળી દોડ (હોળી કલર રન)નું આયોજન કરવામાં આવ્યું હતું. 250 પુખ્ત વ્યક્તિ અને બાળકોએ આ દોડમાં ભાગ લઈ તેને ભવ્ય સફળતા અપાવી હતી. આ રંગદોડનો હેતુ હોળીના ઉત્સવને પ્રોત્સાહિત કરવાની સાથોસાથ યજમાન સમુદાય વચ્ચે સાંસ્કૃતિક જાગૃતિ સર્જવાનો હતો. બંને સંસ્થાઓના વોલન્ટીઅર્સે આ ઈવેન્ટને સફળ બનાવવા સાથે રહી કામગીરી બજાવી હતી.

GHSટીમે હાજર રહેલા લોકો માટે બોલીવૂડના નૃત્યો, ભારતીય સંગીત અને સ્વાદિષ્ટ ભારતીય ભોજનની વ્યવસ્થા કરી હતી. GHSના પ્રેસિડેન્ટ ઈશ્વર ટેઈલરે જણાવ્યું હતું કે,‘આ પ્રોગ્રામ ભારે સફળ રહ્યો હતો અને કુએર્ડન વેલી પાર્ક ટીમ સાથે ઘણી સારી ભાગીદારી રચાઈ હતી. આપણા સભ્યોને ચાલવા અને પિકનિક યોજવા માટે પાર્કની સુવિધાના ઉપયોગ કરવાની ઘણી બધી પહેલ રજૂ કરવામાં આવશે.’

રંગીન હોળી દોડને ભવ્ય સફળતા
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.