રામલલાને વિશ્રામ આપવા અયોધ્યામાં દર્શનનો સમય ઘટી શકે
અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ શ્રદ્ધાળુઓનું પૂર ઊમટી પડયું છે. છેલ્લા 21 દિવસમાં દરરોજ બેથી અઢી લાખ ભક્તો રામલલાનાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે. મંદિર સવારે સાડા છ વાગ્યાથી રાતના દશ વાગ્યા સુધી નિરંતર ખુલ્લું રખાય છે. રામલલાને વિશ્રામ નથી મળતો. રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અયોધ્યામાં ઊમટી રહેલા ભક્તોને જોતાં કહ્યું કે, રામલલાએ 15 કલાક જાગવું ઉચિત નથી. પાંચ વર્ષના બાળકને આરામ પણ મળવો જોઈએ. લોકોનો મત છે કે પાંચ વર્ષના બાળકના રૂપમાં પૂજાતા ભગવાન રામને વચ્ચે વચ્ચે સારી રીતે વિશ્રામની જરૂર છે.
અયોધ્યા: અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં પ્રાણપ્રતિષ્ઠા બાદ શ્રદ્ધાળુઓનું પૂર ઊમટી પડયું છે. છેલ્લા 21 દિવસમાં દરરોજ બેથી અઢી લાખ ભક્તો રામલલાનાં દર્શનાર્થે પહોંચી રહ્યા છે. મંદિર સવારે સાડા છ વાગ્યાથી રાતના દશ વાગ્યા સુધી નિરંતર ખુલ્લું રખાય છે. રામલલાને વિશ્રામ નથી મળતો. રામમંદિર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે અયોધ્યામાં ઊમટી રહેલા ભક્તોને જોતાં કહ્યું કે, રામલલાએ 15 કલાક જાગવું ઉચિત નથી. પાંચ વર્ષના બાળકને આરામ પણ મળવો જોઈએ. લોકોનો મત છે કે પાંચ વર્ષના બાળકના રૂપમાં પૂજાતા ભગવાન રામને વચ્ચે વચ્ચે સારી રીતે વિશ્રામની જરૂર છે.
તેમણે કહ્યું હતું કે શ્રદ્ધાળુઓના ભારે ધસારાને ધ્યાનમાં રાખીને 24 જાન્યુઆરી બાદથી દેવસ્થાનમાં દરરોજ 15 કલાક દર્શનની વ્યવસ્થા ચાલી રહી છે. જરા વિચારો કે ભગવાનના બાળરૂપને 15 કલાક જાગવું કેટલું વ્યાવહારિક છે?
ચંપત રાયની વાતને સમર્થન આપતાં રામલલાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે પણ કહ્યું કે, રામલલા પાંચ વર્ષના બાળકરૂપે વિરાજમાન છે. સતત 15 કલાક દર્શન આપી રહ્યા છે. તેમને વિશ્રામ નથી મળતો. આ શાસ્ત્રોક્ત રીતે પણ યોગ્ય નથી. રામલલાને બપોરે એક-બે કલાક વિશ્રામની જરૂર છે.
