લંડનમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા

લંડનમાં પૂ. પ્રમુખ સ્વામી મહાર...

૧૧ અને ૧૨ ડિસમ્બરે સંખ્યાબંધ કાર્યક્રમો સાથે પૂ. પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીની BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મંદિરમાં મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ સાથે ૧૦૦ વાનગીઓનો વિશેષ અન્નકૂટ ધરાવાયો હતો. મંદિરમાં વીડિયો અને સ્વામીઓ દ્વારા વર્ણન સાથે જ્ઞાનવર્ધક કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને લાઈવ વેબકાસ્ટ દ્વારા યુકે તેમજ યુરોપના તમામ મંદિરો અને સેન્ટરોમાં તેનું સ્ટ્રીમીંગ કરાયું હતું.

લંડનઃ ૧૧ અને ૧૨ ડિસમ્બરે સંખ્યાબંધ કાર્યક્રમો સાથે પૂ. પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતીની BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર લંડન ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે મંદિરમાં મીઠાઈઓ અને અન્ય વસ્તુઓ સાથે ૧૦૦ વાનગીઓનો વિશેષ અન્નકૂટ ધરાવાયો હતો. મંદિરમાં વીડિયો અને સ્વામીઓ દ્વારા વર્ણન સાથે જ્ઞાનવર્ધક કાર્યક્રમ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા અને લાઈવ વેબકાસ્ટ દ્વારા યુકે તેમજ યુરોપના તમામ મંદિરો અને સેન્ટરોમાં તેનું સ્ટ્રીમીંગ કરાયું હતું.

શણગારેલી પાલખીમાં યુવકો પૂ. પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિને બિરાજમાન કરીને લાવ્યા તેના પરંપરાગત સ્વાગત નૃત્ય સાથે કાર્યક્રમનો પ્રારંભ થયો હતો. સ્વામીઓએ પ્રમુખ સ્વામીના સ્નેહ, સમર્પણ, પોતાના ગુરુઓ પ્રત્યે સમર્પણ સહિતના સદગુણોની વાત કરી હતી. તેમના નિઃસ્વાર્થ સ્નેહ અને ત્યાગનો અનુભવ કરનારા હરિભક્તોએ પણ તેમના અનુભવો રજૂ કર્યા હતા.

પ્રમુખ સ્વામીની ૧૦૦મી જન્મજયંતી નિમિત્તે યોજાયેલી સભામાં કલ્યાણના શ્રેણીબદ્ધ પ્રોજેક્ટ

શરૂ કરાયા હતા. તેમાં સમગ્ર વર્ષ દરમિયાન આધ્યાત્મિક પહેલના કાર્યક્રમો તેમજ વ્યક્તિ પોતાની આધ્યાત્મિકતાનો વિકાસ કરી શકે તેવા કાર્યક્રમોનો સમાવેશ થાય છે. પ્રવૃત્તિઓમાં યુકે અને યુરોપની બહોળી કોમ્યુનિટીની સેવા માટે તેમના સુધી પહોંચવા સહિતના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. ઉપસ્થિતોએ આ પ્રવૃત્તિઓમાં સામેલ થવાની વચનબદ્ધતા વ્યક્ત કરી હતી.

પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિને સ્વામીઓ દ્વારા મંત્ર – પુષ્પાંજલિ સાથે કાર્યક્રમનું સમાપન થયું હતું.

લંડનમાં પૂ. પ્રમુખ સ્વામી મહાર...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.