વડતાલ ધામમાં કરોડોના ખર્ચે આકાર લઇ રહેલ અક્ષર ભુવનની મુલાકાતે ટ્રસ્ટી બોર્ડ

વડતાલ ધામમાં કરોડોના ખર્ચે આક

સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં આવેલ પવિત્ર ગોમતી કિનારે કરોડોના ખર્ચે તૈયાર થઇ રહેલ નૂતન અક્ષર ભુવનની પૂ.લાલજીસૌરભ- પ્રસાદદાસજી, વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા ટ્રસ્ટી બોર્ડના સભ્ય તેજસભાઇ પટેલ (પીપળાવ), અલ્પિતભાઇ પટેલ (બરોડા) અને સંપ્રદાયના વરિષ્ઠ સંતો બ્રહ્મસ્વરૂપ સ્વામી, અખંડ ભંજનાદિ શ્રીવલ્લભ સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી તથા અગ્રણી હરિભક્તો ગોવિંદભાઇ ઠક્કર (તારાપુર) અશ્વિનભાઇ કા. પટેલ (વીરસદ) અને ભૂપેન્દ્રભાઇ પટેલ (ભરૂચ) વગેરેએ અક્ષર ભુવનની મુલાકાત લીધી હતી.

વડતાલ ધામઃ સ્વામિનારાયણ સંપ્રદાયના અક્ષરધામ તુલ્ય વડતાલ ધામમાં આવેલ પવિત્ર ગોમતી કિનારે કરોડોના ખર્ચે તૈયાર થઇ રહેલ નૂતન અક્ષર ભુવનની પૂ.લાલજીસૌરભ- પ્રસાદદાસજી, વડતાલ ટ્રસ્ટી બોર્ડના ચેરમેન ડો. સંતવલ્લભદાસજી સ્વામી, મુખ્ય કોઠારી દેવપ્રકાશ સ્વામી, બ્રહ્મચારી હરિકૃષ્ણાનંદજી તથા ટ્રસ્ટી બોર્ડના સભ્ય તેજસભાઇ પટેલ (પીપળાવ), અલ્પિતભાઇ પટેલ (બરોડા) અને સંપ્રદાયના વરિષ્ઠ સંતો બ્રહ્મસ્વરૂપ સ્વામી, અખંડ ભંજનાદિ શ્રીવલ્લભ સ્વામી, બ્રહ્મચારી હરિસ્વરૂપાનંદજી તથા અગ્રણી હરિભક્તો ગોવિંદભાઇ ઠક્કર (તારાપુર) અશ્વિનભાઇ કા. પટેલ (વીરસદ) અને ભૂપેન્દ્રભાઇ પટેલ (ભરૂચ) વગેરેએ અક્ષર ભુવનની મુલાકાત લીધી હતી.
રાજસ્થાનના ગુલાબી આરસમાંથી તૈયાર થઇ રહેલ નૂતન અક્ષર ભુવનની કામગીરી નિહાળીને પૂ. લાલજી મહારાજ, ટ્રસ્ટી બોર્ડના સભ્યો તેમજ સંતો અને હરિભક્તોએ આનંદ વ્યક્ત કર્યો હતો અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. 
આ પ્રસંગે ચેરમેન ડો. સંતસ્વામીએ અક્ષરભુવનનું નિર્માણ કરી રહેલા કારીગરોને આર્શીવચન પાઠવ્યા હતા. સહુ કારીગરો સંતોના આર્શીવાદ પ્રાપ્ત કરીને ધન્યતા અનુભવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂ. શ્યામ સ્વામીએ કર્યું હતું.

વડતાલ ધામમાં કરોડોના ખર્ચે આક
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.