વડતાલમાં મંદિરની પ્રતિકૃતિરૂપ સર્કલનું લોકાર્પણ

વડતાલમાં મંદિરની પ્રતિકૃતિરૂ...

વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. 

વડતાલધામઃ વડતાલમાં નવ્ય અને કલાત્મક ‘વડતાલધામ સર્કલ’નું સોમવારે લોકાર્પણ કરાયું હતું. રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રીઓ રમણભાઈ સોલંકી તથા કમલેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના વરદ હસ્તે આ સર્કલ જાહેર જનતા માટે ખુલ્લું મુકાયું હતું. આ અવસરે સંતગણ, સંસદસભ્ય મિતેશભાઈ પટેલ, ધારાસભ્ય વિપુલભાઈ પટેલ, યોગેશભાઈ પટેલ (બાપજી) સહિતના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સ્થાપત્યની દૃષ્ટિએ જોઇએ તો કપડવંજના મુસ્લિમ કારીગરોએ 20 ફૂટ ઊંચુ કલાત્મક મંદિર બનાવ્યું છે. સર્કલની ચારેતરફ કોર્નર પર પણ નવ ફૂટની પ્રતિમા સ્થાપિત કરાઈ છે. જે ઓડિસાના કારીગરોએ ફાઈબરમાંથી બનાવી છે.

વડતાલમાં મંદિરની પ્રતિકૃતિરૂ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.