વડા પ્રધાન મોદીએ શ્રી આનંદપ્રિયદાસજીને શુભેચ્છા પાઠવી

વડા પ્રધાન મોદીએ શ્રી આનંદપ્ર

શ્રી સ્વામિનારાયણ મંદિર – કુમકુમ – મણિનગરના મહંત સદગુરુ શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજીને ૧૦૦ વર્ષ પૂર્ણ થતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, બીએપીએસ સંસ્થાના વડા પૂ. મહંત સ્વામી મહારાજ, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ તથા વિવિધ સંસ્થાઓના સંતો, મહંતોએ શુભેચ્છા પાઠવી હતી. શ્રી આનંદપ્રિયદાસજી સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશની ભૂમિ (આફ્રિકા વર્ષ ૧૯૪૮) પર પહોંચનારા પ્રથમ સંત હતા.    

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના દીર્ઘાયુ માટે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે ધર્મચિંતન અને સમાજસેવા દ્વારા સ્વામીજી માનવજીવનના પરિવર્તન માટે સતત પ્રયત્નશીલ રહ્યા છે. તેમના સતકાર્યો અને સદવિચાર સમાજ માટે સદૈવ પ્રેરણાસ્રોત રહ્યા છે. આ નિમિત્તે ૧૯ ઓક્ટોબરે ૧૧ સંસ્થાના સંતો મહંતોનું સંમેલન યોજવામાં આવ્યું હતું.

વડા પ્રધાન મોદીએ શ્રી આનંદપ્ર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.