વડા પ્રધાન રિશિ સુનાકની ગો ધાર્મિકની મુલાકાતઃ રસોઈ બનાવવામાં સેવા આપી

બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તાજેતરમાં ગો ધાર્મિક ચેરિટી સંસ્થાની મુલાકાત લઈ સ્વયંસેવક તરીકે કામગીરી બજાવી હતી. તેમણે જરુરિયાતમંદોને પોષણયુક્ત અને પર્યાવરણને મદદગાર ભોજન પુરું પાડવાના સંસ્થાના પ્રયાસોમાં સહકાર આપ્યો હતો. ગો ધાર્મિક ચેરિટી સંસ્થાની મુલાકાત દરમિયાન પ્રાઈમ મિનિસ્ટરે ઓછો ખર્ચાળ અને પૌષ્ટિક ભોજન વિગન ખીચડી તૈયાર કરવામાં મદદ કરી હતી. ધર્મ, સેવા, અને અહિંસાના કેન્દ્રિત સિદ્ધાંતો અને વધુ કરૂણાયુક્ત વિશ્વની રચનાના વ્યાપક વિઝન સાથેના ‘ફીડ એવરીવન’ કેમ્પેઈનના ભાગરૂપે આ ગો ધાર્મિક સંસ્થાની નોંધપાત્ર પહેલ છે.

લંડનઃ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે તાજેતરમાં ગો ધાર્મિક ચેરિટી સંસ્થાની મુલાકાત લઈ સ્વયંસેવક તરીકે કામગીરી બજાવી હતી. તેમણે જરુરિયાતમંદોને પોષણયુક્ત અને પર્યાવરણને મદદગાર ભોજન પુરું પાડવાના સંસ્થાના પ્રયાસોમાં સહકાર આપ્યો હતો. ગો ધાર્મિક ચેરિટી સંસ્થાની મુલાકાત દરમિયાન પ્રાઈમ મિનિસ્ટરે ઓછો ખર્ચાળ અને પૌષ્ટિક ભોજન વિગન ખીચડી તૈયાર કરવામાં મદદ કરી હતી. ધર્મ, સેવા, અને અહિંસાના કેન્દ્રિત સિદ્ધાંતો અને વધુ કરૂણાયુક્ત વિશ્વની રચનાના વ્યાપક વિઝન સાથેના ‘ફીડ એવરીવન’ કેમ્પેઈનના ભાગરૂપે આ ગો ધાર્મિક સંસ્થાની નોંધપાત્ર પહેલ છે.

પ્રથમ હિન્દુ બ્રિટિશ પ્રાઈમ મિનિસ્ટર રિશિ સુનાકે શાસનના સૂત્રો સંભાળ્યા ત્યારે આ માર્ગદર્શક સિદ્ધાંતોની ચર્ચા કરી હતી. ગો ધાર્મિક સાથે તેમની આ વોલન્ટીઅર- સ્વયંસેવી કામગીરી આ આદર્શો પ્રતિ તેમની કટિબદ્ધતા દર્શાવે છે. તેમણે રસોઈઘરમાં અને સ્થાપક હનુમાન દાસ અને સહસ્થાપક શીના રાંદેરવાલા સાથે ચર્ચા દ્વારા ચેરિટીના મિશન વિશે પ્રાથમિક સમજ મેળવી હતી.

સિટી હિન્દુઝ નેટવર્ક (CHN) એડવાઈઝરી બોર્ડના સભ્ય હેમલ રાંદેરવાલા ગાઢપણે ગો ધાર્મિક સાથે સંકળાયેલા છે. આ કડી પણ આપણી સંસ્થાઓના સહભાગી મૂલ્યો અને ધ્યેયો તેમજ વ્યાપક કોમ્યુનિટી ઈનિશિયેટિવ્ઝમાં આપણા સભ્યોની અસરોનું મહત્ત્વ દર્શાવે છે.

નવેમ્બર 2023માં દિવાળીના પવિત્ર પ્રસંગે પ્રાઈમ મિનિસ્ટર સુનાકે કોમ્યુનિટીને નોંધપાત્ર યોગદાન આપવાની નોંધ લઈ હનુમાન દાસ અને શીના રાંદેરવાલાને પોઈન્ટ્સ ઓફ લાઈટ એવોર્ડ્સ એનાયત કર્યા હતા. આ બાબત તેમના પ્રયાસોનું મહત્ત્વ તેમજ સરકારના ઉચ્ચ સ્તરોએ તેની લેવાયેલી નોંધને પ્રકાશિત કરે છે. આ ઈવેન્ટમાં ગો ધાર્મિકના ટ્રસ્ટીઓ તેમજ સેન્ટ્રલ લંડન, વેમ્બલી, લૂટન, હેરો, નોર્ધમ્પ્ટન, લેસ્ટર, ગ્લાસગો અને એડિનબરા જેવા મુખ્ય શહેરો સહિત સમગ્ર યુકેમાંથી અગ્રણી વોલન્ટીઅર્સ પણ હાજર રહ્યા હતા. સંયુક્ત રીતે તેઓ દર મહિને 50,000થી વધુ ભોજન જરૂરિયાતમંદ લોકોને પુરું પાડે છે જે તેમની કામગીરીની સઘન અસર દર્શાવે છે.

સુનાકની મુલાકાત વિશે પ્રતિભાવ આપતા હનુમાન દાસે આભારની લાગણી વ્યક્ત કરતા કહ્યું હતું કે, ‘ગો ધાર્મિક સાથે પ્રાઈમ મિનિસ્ટરની સેવા અને અમારા વોલન્ટીઅર્સ સાથે જોડાઈ જવાની તેમની ઈચ્છાથી અમે અભિભૂત થયા છીએ. દેશના નેતાએ દર્શાવેલી આ કરુણાસભર ચેષ્ટા આગામી વર્ષોમાં વધુ સેવા અને વધુ વોલન્ટીઅર્સની પ્રેરણા આપતી રહેશે.’

સિટી હિન્દુઝ નેટવર્કના સભ્યો તરીકે આપણે પણ આ ઈવેન્ટમાંથી પ્રેરણા પ્રાપ્ત કરીશું અને ધર્મ, સેવા અને અહિંસા પ્રતિ આપણી કટિબદ્ધતાને દર્શાવે તેવા ઈનિશિયેટિવ્ઝને સમર્થન આપવાનું ચાલુ રાખીશું, આપણે સાથે મળીને ઘણા લોકોના જીવનમાં તફાવત સર્જી શકીએ અને કરુણા અને સેવાના આ પ્રયાસોમાં સામેલ થવા અન્યોને પણ પ્રેરણા આપી શકીએ તેમ CHN દ્વારા કહેવાયું હતું.

વડા પ્રધાન રિશિ સુનાકની ગો ધાર્મિકની મુલાકાતઃ રસોઈ બનાવવામાં સેવા આપી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.