વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વારા ૧૪૦૦ સેફ્ટી કેર કિટ્સ સુપ્રત

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વાર

વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના તત્વાવધાનમાં કોવિડ-૧૯ને નાબૂદ કરવાના અભિયાનમાં સક્રિય કોરોના ફ્રંટલાઈન વોરિયર્સના લાભાર્થે સેફ્ટી કેર કિટ્સનું વિતરણ થયું હતું. 

વડોદરાઃ વૈષ્ણવાચાર્ય પૂજ્યશ્રી વ્રજરાજકુમારજી મહોદયશ્રીની પ્રેરણાથી વલ્લભ યૂથ ઓર્ગેનાઈઝેશનના તત્વાવધાનમાં કોવિડ-૧૯ને નાબૂદ કરવાના અભિયાનમાં સક્રિય કોરોના ફ્રંટલાઈન વોરિયર્સના લાભાર્થે સેફ્ટી કેર કિટ્સનું વિતરણ થયું હતું. આ કિટ્સમાં હેન્ડગ્લોવ્ઝ, માસ્ક, વિટામીન-સી પાઉડર, હેન્ડ સેનેટાઈઝર સહિતની અન્ય ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે. આ આયોજન હેઠળ કલેકટર કચેરી ખાતે ક્લેક્ટર શ્રીમતી શાલિની અગ્રવાલ વતી મામલતદારે ૭૦૦ કિટ્સનો સ્વીકાર કર્યો હતો. જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે ડેપ્યુટી કમિશનરે ૭૦૦ કિટ્સનો સ્વીકાર કર્યો હતો. આ પ્રસંગે નલીનજી ઉપાધ્યાયે વીડિયો મેસેજ દ્વારા વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશનના આ પ્રશંસનીય પ્રયાસને બિરદાવ્યો હતો.

વલ્લભ યુથ ઓર્ગેનાઈઝેશન દ્વાર
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.