વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વ્યક્તિવિશેષોનું વિવિધ એવોર્ડ દ્વારા સન્માન

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વ્ય

૨૬ ડિસેમ્બરને રવિવારે સાંજે અમદાવાદમાં ક્લબ O7 ખાતે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રે પ્રદાન બદલ વ્યક્તિ વિશેષોના સન્માનનો સમારંભ યોજાઈ ગયો. આ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન પુરુસોત્તમ રૂપાલા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય વિશેષ અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતા.

૨૬ ડિસેમ્બરને રવિવારે સાંજે અમદાવાદમાં ક્લબ O7 ખાતે વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વિવિધ ક્ષેત્રે પ્રદાન બદલ વ્યક્તિ વિશેષોના સન્માનનો સમારંભ યોજાઈ ગયો. આ સમારોહમાં કેન્દ્રીય પ્રધાન પુરુસોત્તમ રૂપાલા, ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ડો. નીમાબેન આચાર્ય વિશેષ અતિથિપદે ઉપસ્થિત રહ્યા હતા.

સમારોહમાં સંસ્થાના પૂર્વ પ્રમુખ ૯૦ વર્ષીય કૃષ્ણકાંત વખારીયાનું વિશિષ્ટ સેવા સન્માન કરાયું હતું. જ્યારે યુવા ઈતિહાસકાર ડો. રિઝવાન કાદરીને સરદાર પટેલ, ગાંધીજી અને લોકમાન્ય તિલક વિશેના સંશોધન બદલ 'વિશ્વ પ્રતિભા એવોર્ડ' અર્પણ કરાયો હતો. કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ સી કે પટેલનું પણ સન્માન કરાયું હતું.

 આ પ્રસંગે જળસંચય, બેટી બચાવો ઉપરાંત પ્રાકૃતિક ખેતી વિષયક પ્રવૃત્તિઓમાં અગ્રેસર પદ્મશ્રી મથુરભાઈ સવાણીને 'શ્રી કાનજીભાઈ દેસાઈ ગુજરાત પ્રતિભા એવોર્ડ' એનાયત કરાયો હતો.

વધુમાં, કોરોના કાળ દરમિયાન વિશિષ્ટ કામગીરી બદલ ડો. આર કે પટેલનું વિશેષ સન્માન કરાયું હતું. અન્ય એવોર્ડમાં, શ્રી દિલ્હી ગુજરાતી સમાજને શ્રેષ્ઠ ગુજરાતી સમાજનો એવોર્ડ એનાયત કરાયો હતો.

 ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો વીડિયો શુભેચ્છા સંદેશ રજૂ કરાયો હતો. પ્રાસંગિક પ્રવચનમાં કેન્દ્રિય પ્રધાન રૂપાલાએ સૂચન કર્યું હતું કે ગુજરાતી ભાષાનું મહત્ત્વ ઘટે નહીં તે માટે તાકીદે તમામ પ્રયાસો કરવાની જરૂર છે. તેમણે તમામ ગુજરાતી સમાજની એક છત્ર સંસ્થાની રચના માટે પણ અનુરોધ કર્યો હતો.

 સંસ્થાના પ્રમુખ સી કે પટેલે કે સરકારના સહયોગથી ગુજરાત અને ગુજરાતીઓના ઉત્કર્ષમાં સેતુ બનવાનો સંસ્થા પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું.

કાર્યક્રમનું સંચાલન શ્રી તુષાર જોશીએ સંભાળ્યુ હતું.

વિશ્વ ગુજરાતી સમાજ દ્વારા વ્ય
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.