વેપાર – ધંધાના વિકાસ અને પ્રસિધ્ધી માટે શ્રેષ્ઠ સ્થળ: આનંદ મેળો

ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે. ગ્રાહકને ઘણાં દેવતાનું સ્વરૂપ પણ આપે છે. ગ્રાહક પર જ તો ઘણા બધાની રોજી-રોટી નિર્ભર છે. પણ આ ગ્રાહક રાજા મળે તો ક્યાં મળે? તેનો જવાબ છે આનંદ મેળો. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે યોજાઇ રહેલ શાનદાર આનંદ મેળો સૌ કોઇ માટે આનંદ મેળવવાનું એક માત્ર સ્થળ છે.

ગ્રાહકને બજારનો રાજા કહેવાય છે. ગ્રાહકને ઘણાં દેવતાનું સ્વરૂપ પણ આપે છે. ગ્રાહક પર જ તો ઘણા બધાની રોજી-રોટી નિર્ભર છે. પણ આ ગ્રાહક રાજા મળે તો ક્યાં મળે? તેનો જવાબ છે આનંદ મેળો. 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' દ્વારા આગામી તા. ૧૭ અને ૧૮ જૂન ૨૦૧૭ - શનિવાર અને રવિવારના રોજ સવારના ૧૦થી સાંજના ૭-૩૦ દરમિયાન નોર્થ વેસ્ટ લંડનના હેરો લેઝર સેન્ટરના બાયરન હોલ (HA3 5BD) ખાતે યોજાઇ રહેલ શાનદાર આનંદ મેળો સૌ કોઇ માટે આનંદ મેળવવાનું એક માત્ર સ્થળ છે.

છેલ્લા ૬ વર્ષથી સતત યોજાઇ રહેલ આનંદ મેળો એક એવું આયોજન છે જ્યાં ગીત, સંગીત, નૃત્ય અને મનોરંજનનો માહાસાગર છલકાય છે. સૌના આકર્ષણનું કેન્દ્ર બની ગયેલા મેળામાં મહાલવા માટે સૌ કોઇ લંડન અને આજુબાજુના નગરમાંથી ઉમટી આવે છે.

આનંદ મેળામાં છેલ્લા ૬ વર્ષથી નાનામોટા વેપારીઅો પોતાનો સ્ટોલ રાખીને માત્ર પોતાનો માલ સામાન અને સેવા જ નથી વેચતા નામ પણ કમાઇ રહ્યા છે. જી હા, આનંદ મેળામાં વર્ષો વર્ષ આવતા સેંકડો લોકો સમક્ષ વેપારી કે ઉત્પાદક પોતાની પ્રોડક્ટનું માર્કેટીંગ અને જાહેરાત કરી શકે છે. તમે ગ્રાહકોને લીફલેટ આપી શકો છો, ગ્રાહકોનો ડેટા એકત્ર કરી શકો છો અને ખાસ તો નવા ગ્રાહકો બાંધી શકો છો. તમે નાનકડો ધંધો કરતા અને હાઇ સ્ટ્રીટ પર દુકાન રાખી શકો તેમ ન હો અને તમે ચાહતા હો કે ગ્રાહકોનો મોટો સમૂહ તમારા સુધી પહોંચે તો પછી આનંદ મેળા જેવો શ્રેષ્ઠ વિકલ્પ કોઇ નથી.

મિત્રો જો આપ સાડી-જવેલરી, કપડા, શણગાર, મહેંદી, તૈયાર નાસ્તા કે ઘર સજાવટની વિવિધ ચીજ-વસ્તુઅોનો વેપાર કરતા હો કે પછી બ્યુટી, વેડીંગ પ્લાનર, ટ્રાવેલ અને ટૂરીઝમ, શિક્ષણ, ફાઇનાન્સ - બેન્કિંગ અને ઇન્સ્યુરંશ ક્ષેત્ર સહિત વિવિધ સેવાઅોનો લાભ આપતા હો તો આજે જ આપના સ્ટોલ માટે સંપર્ક કરો. આનંદ મેળામાં સ્ટોલ કરીને વધારાની કમાણી કરવાની આ શ્રેષ્ઠ તક છે. બે દિવસ દરમિયાન યોજાનાર આનંદ મેળો ૫,૦૦૦થી વધુ લોકોના આકર્ષણનું કેન્દ્ર બને છે.

જો અપની સંસ્થા, ગુજરાતી શાળા, સંગઠન કે મંડળના બાળકો કે યુવાનો દ્વારા ગીત, સંગીત, નૃત્ય કે અન્ય લોકભોગ્ય કાર્યક્રમ તૈયાર કરાતા હોય અને આપ તેને આનંદ મેળામાં રજૂ કરવા માંગતા હો તો આજે જ કમલ રાવનો ઇમેઇલ [email protected] અથવા ફોન 07875 229 211 ઉપર સંપર્ક કરવા વિનંતી છે.

આપના દ્વારા ખરીદવામાં આવેલી £૨-૫૦ની ટિકીટની તમામ રકમ બાળકોના આરોગ્ય, શિક્ષણ અને કલ્યાણ માટે કાર્ય કરતી ચેરીટી સંસ્થા "હોપ ફોર ચિલડ્‌રન"ને (www.hope-for-children.org) સુપ્રત કરવામાં આવશે, 'આનંદ મેળા'ની પ્રવેશ ફી વ્યક્તિ દિઠ £૨-૫૦ છે અને ૧૨ વર્ષથી નીચેના બાળકો માટે પ્રવેશ મફત છે.

સૌના આરોગ્યની જાળવણી માટે આ વર્ષે 'મેડીટોરીઆ હેલ્થ અને વેલનેસ એક્સ્પો'માં ભારતની અગ્રણી સુપર સ્પેશ્યાલિટી હોસ્પિટલોના અને વિવિધ ક્ષેત્રે આરોગ્ય સેવા આપતા નિષ્ણાંત સ્પેશ્યાલીસ્ટ કન્સલ્ટન્ટ, ડોક્ટર્સ અને તજજ્ઞો આવશે અને શારીરિક તકલીફ, બીમારી વગેરે અંગે મફત કન્સલ્ટેશન આપશે. જ્યારે આનંદ મેળાના અોફીશીઅલ કેટરર્સ તરીકે "દીલ્હી અોન ગો"ની પસંદગી કરવામાં આવી છે.

સ્ટોલ બુકીંગ અને વધુ માહિતી માટે અાજે જ કાર્યાલયમાં ફોન કરો 020 7749 4080.

વેપાર – ધંધાના વિકાસ અને પ્રસિ...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.