વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિરમાં જન્માષ્ટમીની ઊજવણી

વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિરમાં જન્માષ્ટમીની ઊજવણી

 વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર જન્મદિનની ઊજવણીમાં દિનભર 10,000થી વધુ ભક્તો મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. યુકેમાં સાંજના 7.30 (ભારતમાં મધ્યરાત્રિ) કલાકના સમયે કૃષ્ણજન્મ ઊજવાયો હતો.

લંડનઃ વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિર ખાતે 26 ઓગસ્ટ 2024ના રોજ જન્માષ્ટમીની ઊજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના પવિત્ર જન્મદિનની ઊજવણીમાં દિનભર 10,000થી વધુ ભક્તો મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. યુકેમાં સાંજના 7.30 (ભારતમાં મધ્યરાત્રિ) કલાકના સમયે કૃષ્ણજન્મ ઊજવાયો હતો.

શ્રી સનાતન હિન્દુ મંદિરના ચેરમેન શ્રી નરેન્દ્રભાઈ ઠકરાર, મંદિરના ટ્રસ્ટીગણ અને વૃંદાવનના સંત શ્રી પ્રેમધન લાલનજીએ માનવજાતના વિશ્વ કલ્યાણ માટે બાલ ગોપાલને મંગળ પ્રાર્થનાઓ કરી હતી અને ભક્તજનો માટે આશીર્વાદ માગ્યા હતા.

જન્માષ્ટમીના મુખ્ય યજમાન શ્રીમતી અલકાબહેન અને શ્રી શૈલેષભાઈ બારેછા તેમજ શ્રીમતી કુમુદબહેન અને શ્રી શાંતિભાઈ ધામેચાએ પણ ઊજવણીમાં ભાગ લીધો હતો.

 

વેમ્બલીના શ્રી સનાતન હિન્દુ મંદિરમાં જન્માષ્ટમીની ઊજવણી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.