વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવમાં 180 દેશના લોકોની હાજરી

વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવમા...

રાજધાની વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા.

વોશિંગ્ટનઃ રાજધાની વોશિંગ્ટન ડીસીના નેશનલ મોલ ખાતે આર્ટ ઓફ લિવિંગ દ્વારા વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. માનવતા, શાંતિ અને સંસ્કૃતિના આ દુનિયાના સૌથી મોટા મહોત્સવમાં 180 દેશમાંથી લોકો આવ્યા હતા અને તેના કારણે આ કાર્યક્રમ વિભિન્ન સંસ્કૃતિઓથી નિર્મિત પુષ્પગુચ્છ સમાન દેખાતો હતો. કાર્યક્રમમાં નૃત્ય અને સંગીતના રંગારંગ કાર્યક્રમ યોજાયા હતા. આ પ્રસંગે પોતાના સંબોધનમાં આર્ટ ઓફ લિવિંગના સંસ્થાપક ગુરુ શ્રીશ્રી રવિંશકરજીએ કહ્યુ હતું કે પૃથ્વી વૈવિધ્યથી ભરપૂર હોવા છતાં માનવીય મૂલ્યો બધે સમાન છે.

વૈશ્વિક સાંસ્કૃતિક મહોત્સવમા...
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.