શ્રી દત્ત યોગ સેન્ટર (યુકે) હનુમાનજીને સમર્પિત યુકેનું એકમાત્ર મંદિર કાષ્ઠ સ્થાપત્યની અજાયબી

હનુમાન હિન્દુ ટેમ્પલ-લંડનનું સંચાલન અને કામગીરી રજિસ્ટર્ડ ચેરિટી 1003856 શ્રી દત્ત યોગ સેન્ટર (યુકે) દ્વારા કરવામાં આવે છે. વેસ્ટર્ન ગોળાર્ધમાં હનુમાન હિન્દુ મંદિર સમગ્રતયા લાકડામાંથી નિર્માણ કરાયેલું અને સ્થાપત્યની અજાયબી સમાન એકમાત્ર મંદિર છે. ભગવાન હનુમાનજીને સમર્પિત યુકેનું પ્રથમ મંદિર છે જેની સ્થાપના પરમ પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના દિવ્ય માર્ગદર્શન અને પ્રેરણા થકી 9 સપ્ટેમ્બર 2016ના દિવસે કરાઈ હતી.

લંડનઃ હનુમાન હિન્દુ ટેમ્પલ-લંડનનું સંચાલન અને કામગીરી રજિસ્ટર્ડ ચેરિટી 1003856 શ્રી દત્ત યોગ સેન્ટર (યુકે) દ્વારા કરવામાં આવે છે. વેસ્ટર્ન ગોળાર્ધમાં હનુમાન હિન્દુ મંદિર સમગ્રતયા લાકડામાંથી નિર્માણ કરાયેલું અને સ્થાપત્યની અજાયબી સમાન એકમાત્ર મંદિર છે. ભગવાન હનુમાનજીને સમર્પિત યુકેનું પ્રથમ મંદિર છે જેની સ્થાપના પરમ પૂજ્ય શ્રી ગણપતિ સચ્ચિદાનંદ સ્વામીજીના દિવ્ય માર્ગદર્શન અને પ્રેરણા થકી 9 સપ્ટેમ્બર 2016ના દિવસે કરાઈ હતી.

હનુમાન મંદિર લંડનના હોન્સલો બરોના સ્યોન પાર્ક નજીક અને થેમ્સ નદીથી ચાલતા જઈ શકાય તેટલા અંતરે પવિત્ર વાતાવરણમાં સ્થાપિત છે. મંદિર રેલવે, બસ મારફત સરળતાથી પહોંચી શકાય છે અને A4 મેઈન રોડ સાથે જોડાયેલું છે. આ મંદિરના મુખ્ય દેવતા સ્વરૂપે મર્કટ કાર્યસિદ્ધિ હનુમાનજી છે અને સાથે ભગવાન ગણપતિ, સીતારામ, ગુરુ દત્તાત્રેય, અંબા માતાજી, સ્ફટિક શિવલિંગમ અને રાધાકૃષ્ણની મૂર્તિઓ પણ સ્થાપિત છે.

વેદના અભ્યાસી હિન્દુ પૂજારી દ્વારા દૈનિક પ્રાર્થના તેમજ હોમ,હવન સહિત વેદિક કર્મકાંડ કરવામાં આવે છે. તાલીમબદ્ધ અને વિધિવિધાન સમજતા પૂજારી હિન્દુ શાસ્ત્રોના અભ્યાસ-ઉપદેશાનુસાર મંદિરના કાર્યનું સંચાલન કરે છે. મંદિર દ્વારા અન્નપ્રાશન (બાળકને પ્રથમ ભોજન), નામકરણ (બાળકનું નામ રાખવું), અક્ષર અભ્યાસમ (શાળાનો આરંભ) તેમજ લગ્ન સહિત સોળ સંસ્કારની વિધિઓ માટે માર્ગદર્શન અને કાર્ય કરાવાય છે.

મંદિરમાં કરાવાતી પ્રવૃત્તિઓ

• હનુમાન ચાલીસા અને પૂજા, દર શનિવારે સવારે 11કલાકે ફેસબૂક મારફત જીવંત પ્રસારણ

• દીવાળી, હોળી વગેરે ઉત્સવોની ઉજવણી, તેમજ સત્યનારાયણ, ગણપતિ સહિતના વ્રત તથા પૂજન વગેરે

• હનુમાન ચાલીસા અને ભગવદ્ ગીતાનો અભ્યાસ અને શિક્ષણ

• ધ્યાન અને સ્વાસ્થ્ય ચિકિત્સા માટે શ્રી સ્વામીજી દ્વારા નિર્માણ કરાયેલા સંગીતને આગળ વધારવાનું કાર્ય

• નામ જપ, ભજન- ધાર્મિક ગીતો, ક્રિયા અને મૌન યોગ કરાવાય છે

• પરંપરાગત હિન્દુ વેદિક લગ્નો કરાવાય છે

• ધાર્મિક, ક્લાસિકલ મ્યુઝિક અને નૃત્યને સપોર્ટ કરવા પ્રોફેશનલ મ્યુઝિક સિસ્ટમ

દૈનિક મંદિર ખુલ્લું રહેવાનો સમય

સોમવારથી શુક્રવાર મંદિર ખુલ્લું રહેશે

સવારેઃ 10:30 am થી 12:00 pm

સાંજેઃ 6:00 pm થી 8:00 pm

------------

શનિવાર અને રવિવારે મંદિર ખુલ્લું રહેશે

સવારેઃ 10:30 am થી 12:30 pm

સાંજેઃ 4:00 pm થી 8:00 pm

શ્રી દત્ત યોગ સેન્ટર (યુકે) હનુમાનજીને સમર્પિત યુકેનું એકમાત્ર મંદિર કાષ્ઠ સ્થાપત્યની અજાયબી
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.