સંભવિત હેટ ક્રાઈમમાં વોશિંગ્ટન સ્ટેટમાં શીખ ગુરુદ્વારામાં ભાંગફોડ

 સંભવિત હેટ ક્રાઈમમાં વોશિંગ્ટન સ્ટેટના સીએટલની દક્ષિણમાં આવેલા શીખ ગુરુદ્વારામાં ભાંગફોડ કરનારી શકમંદ વ્યક્તિની પોલીસ તપાસ કરી રહી છે. ફેડરલ વે પર આવેલા ખાલસા ગુરમત સેન્ટરમાં ગઈ ૧૭મીએ થયેલી તોડફોડમાં કેટલાંક પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક સાધનો ચોરાયા હતા.

વોશિંગ્ટનઃ સંભવિત હેટ ક્રાઈમમાં વોશિંગ્ટન સ્ટેટના સીએટલની દક્ષિણમાં આવેલા શીખ ગુરુદ્વારામાં ભાંગફોડ કરનારી શકમંદ વ્યક્તિની પોલીસ તપાસ કરી રહી છે. ફેડરલ વે પર આવેલા ખાલસા ગુરમત સેન્ટરમાં ગઈ ૧૭મીએ થયેલી તોડફોડમાં કેટલાંક પોર્ટેબલ ઈલેક્ટ્રોનિક સાધનો ચોરાયા હતા.
આ બિલ્ડીંગમાં સ્થાનિક શીખ રહીશો માટે ધાર્મિક, શૈક્ષણિક અને સોશિયલ સર્વિસીસ ચાલે છે. સર્વેલન્સ વીડિયોમાં તે શકમંદ સેન્ટરના મુખ્ય હોલ અને પ્રાર્થના માટેની જગ્યામાં તોડફોડ કરતો દેખાયો હતો. તે સમયે સેન્ટરની કોઈપણ વ્યક્તિ ત્યાં ન હતી.    
ફેડરલ વે પોલીસ ડિપાર્ટમેન્ટ કમાન્ડર કર્ટ સ્વાને જણાવ્યું હતું કે આ ઘટના હેટ ક્રાઈમની હતી કે કેમ તે નક્કી કરવાનો ઈન્વેસ્ટિગેટર્સ પ્રયાસ કરી રહ્યા છે.  
શીખ કોલિશનના ૨૦ સપ્ટેમ્બરના નિવેદન મુજબ ભાંગફોડ થયાનું જણાયા પછી કોમ્યુનિટીના અગ્રણીઓએ ફોરેન્સિક તપાસ કરવા માટે તાત્કાલિક ફેડરલ વે પોલીસ ડિપાર્ટમેન્ટને અનુરોધ કર્યો હતો.
વોશિંગ્ટન શીખ લમુદાયના અગ્રણી ડો. જસમીતસિંઘે જણાવ્યું હતું કે કોઈક વ્યક્તિએ તેમના ધાર્મિક અને બાળકોને ભણવાના સ્થળને નુક્સાન પહોંચાડ્યું છે તેનાથી તેમને ખૂબ દુઃખ થયું છે. આ ઘટનામાં કદાચ પૂર્વગ્રહ સંકળાયેલો હોય તેમ માનીને ઘટના અંગે તાત્કાલિક ધ્યાન આપવા બદલ લોકલ લો એન્ફોર્સમેન્ટનો તેમણે આભાર માન્યો હતો.  
શીખ કોલિશન આ મામલે FBIના સંપર્કમાં છે. શીખ કોલિશન લીગલ ડિરેક્ટર અમૃત કૌર આક્રેએ જણાવ્યું કે પોલીસ આ કેસના તમામ પાસાની શક્યતા ચકાસી રહી છે તે સાંભળીને આનંદ થયો. તપાસ ઝડપથી ચાલે તે સુનિશ્ચિત કરવાની તેમણે ખાતરી આપી હતી.

સંભવિત હેટ ક્રાઈમમાં વોશિંગ્ટન સ્ટેટમાં શીખ ગુરુદ્વારામાં ભાંગફોડ
  • Currently 0 out of 5 Stars.
  • 1
  • 2
  • 3
  • 4
  • 5
Rating: 0/5 (0 votes cast)

Thank you for rating!

You have already rated this page, you can only rate it once!

Your rating has been changed, thanks for rating!

Log in or create a user account to rate this page.